ઉમેશ ઈસલકર, પૂણે: નોવેલ કોરોના વાયરસ- SARS-CoV-2 ફેલાવાના પ્રારંભિક તબક્કામાં જીવિત રહેવા માટે અનુકૂળ ફેરફાર કરીને માનવ શરીર માટે વધુ ઘાતક બની શકે છે. ખાસ કરીને જે વસ્તીમાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અથવા અભાવ હોય તેમને વધુ અસર કરે છે. જો કે, આ વાયરસ કેવા ફેરફાર કરે છે અને કેટલો શક્તિશાળી બની શકે છે તે આ મહામારી અટકે અને મજબૂત ક્લિનિકો-એપિડિમીયોલોજીકલ (Clinico-epideiological)ડેટા રિસર્ચરો અને નિષ્ણાતોને વિશ્લેષણ માટે મળી રહે તે પછી જ જાણી શકાશે, તેમ વૈજ્ઞાનિક-પ્રોફેસર પ્રિયા અબ્રાહમે જણાવ્યું.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
પૂણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના ડાયરેક્ટર પ્રિયા અબ્રાહમે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું, “વાયરલ જીનોમ (વંશસૂત્ર) ડેટાની સાથે વાયરસના લીધે આઈસોલેશનમાં રાખવામાં આવેલા લોકોની ક્લિનિકો-એપિડિમીયોલોજીકલ પ્રોફાઈલ મળશે તે પછી આ બધા સવાલોના જવાબ મળી શકશે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ.”
શું SARS-CoV-2ના ફેલાવાના આધારે (ઝડપી કે ધીમો) તેની એપિડિમીયોલોજી અને તેની ફેલાવાની પેટર્ન ચીન અથવા ઈટાલી કરતાં ભારતમાં અલગ છે? આ પ્રશ્નનો જવાબ આપતાં વૈજ્ઞાનિક-પ્રોફેસર અબ્રાહમે કહ્યું, ‘વિગતવાર એપિડિમીયોલોજી પર હજી અભ્યાસ ચાલી રહ્યો છે.’ પ્રિયા અબ્રાહમે વધુમાં કહ્યું, “સામાન્ય રીતે કોઈ દેશમાં વાયરસના ઈન્ફેક્શન પાછળ ઘણા પરિબળો જવાબદાર છે જે તેની એપિડિમીયોલોજીમાં ભાગ ભજવે છે. વસ્તી ગીચતા, વસ્તીનું સરેરાશ આયુષ્ય, સામાજિક વ્યવહાર, હાઈજિન લેવલ, ટ્રાવેલ પેટર્ન, નોંધાતા કેસોની સંખ્યા, સરકારની તૈયારી અને સમાવિષ્ટ પ્રયાસો વગેરે જેવા પરિબળો અસર કરે છે.”
પ્રોફેસર પ્રિયા અબ્રાહમે જણાવ્યું, “વાયરસના ફેલાવાની ઝડપ, ઈન્ફેક્શનની અસરકારકતા-નિયંત્રણ પદ્ધતિ, હવામાનની સ્થિતિ, લોકોની રોગપ્રતિકારક શક્તિ પણ એક દેશમાં મહામારી કેવી રીતે ફેલાય છે તેના પર નિર્ભર કરે છે. ફેલાવાની ઝડપ ક્વોરન્ટીન અને આઈસોલેશનના પ્રયાસ, અસરકારક લેબોરેટરિ સ્ક્રીનિંગ, ઈન્ફેક્શન નિયંત્રિત કરવાની પોલીસી, ચુસ્ત હેન્ડ હાઈજિન, કફ એટિકેટ, મેડિકલ માસ્કનો ચોક્કસ નિકાલ અને અન્ય વ્યક્તિગત સુરક્ષાના ઉપકરણો પર પણ આધાર રાખે છે.”
પ્રિયા અબ્રાહમે આગળ જણાવ્યું, “બિનજરૂરી મુસાફરી અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ટાળવો. કમ્યુનિટી ટ્રાન્સમિશન રોકવા માટે સમૂહમાં બધાએ ભેગા થવાનું ટાળવું. આ ઈન્ફેક્શનનું કેવું પરિણામ હોઈ શકે છે તે વ્યક્તિગત રોગપ્રતિકારક શક્તિ પર પણ આધાર રાખે છે.” જનતાને ખાસ સંદેશો આપતાં પ્રોફેસર અબ્રાહમે કહ્યું, “હાથની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપો અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી તમામ ગાઈડલાઈન્સનું પાલન કરો. ગભરાવવાની જરૂર નથી.”
પ્રિયા અબ્રાહમે એમ પણ કહ્યું કે, લોકોએ લક્ષણો પર ધ્યાન આપવાની જરૂર છે. તેમણે જણાવ્યું, “સતર્ક રહો. તબિયત બગડતી હોય તેવું લાગે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. જે લોકો હાઈપરટેન્શન, ડાયાબિટીસ, હૃદયરોગના દર્દી હોય તેમના પ્રત્યે ધ્યાન આપવાની ખૂબ જરૂર છે.”
ગુજરાત પોલીસે એક હૃદયસ્પર્શી વિડીયો પોસ્ટ કરી લોકોને આ લડાઈમાં પોતાનો સાથ આપવા અપીલ કરી
from Page Array – I Am Gujarat https://ift.tt/2yyrQOV
No comments:
Post a Comment