અમદાવાદ: કોરોના વાયરસની આપદાને કેટલાક લોકો કોમી રંગ આપવા પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ મામલે જ્યાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે તેવી હોસ્પિટલમાં કોઈ વિવાદ ના થાય તે માટે અત્યારથી જ તકેદારી રખાઈ રહી છે. સ્થાનિક અખબાર નવગુજરાત સમયના એક અહેવાલ અનુસાર, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હિન્દુ અને મુસ્લિમ દર્દીઓને અલગ-અલગ રાખવામાં આવી રહ્યા છે, અને વોર્ડ પાસે પીએસઆઈ સહિતના કર્મચારીઓનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
કોરોનાના દેશમાં જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે તેવા હોટસ્પોટ્સમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. શહેરના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આ વાયરસ ચિંતાજનક રીતે વકર્યો છે, અને દર્દીઓમાં પણ મુસ્લિમોની સંખ્યા મોટી છે. ઉલ્લેખનીય છે કે, દેશના કેટલાક ભાગોમાં તબલીઘી જમાત સાથે સંકળાયેલા કોરોનાના દર્દીઓ ડોક્ટરો સાથે અયોગ્ય વ્યવહાર કરે છે તેવા આક્ષેપો થયા હતા.
અમદાવાદમાં આવી કોઈ બબાલ ના થાય અને તેના કારણે કોમી વિખવાદ ના સર્જાય તે માટે કોરોનાના પુરુષ દર્દીઓને અલગ-અલગ રાખવામાં આવ્યા હોવાનું અખબારે પોતાના અહેવાલમાં જણાવ્યું છે. કોરોનાના વોર્ડની બહાર સ્પેશિયલ સૂટ પહેરાવી પોલીસકર્મીઓને પણ ગોઠવી દેવાયા છે. એટલું જ નહીં, મેડિકલ સ્ટાફને પણ કહી દેવાયું છે કે કોઈ દર્દી આડોડાઈ કરે તો તરત જ પોલીસને તેની જાણ કરવી.
સૂત્રોને ટાંકીને અખબારે જણાવ્યું છે કે, હિન્દુ-મુસ્લિમ સમુદાયના લોકોને અલગ રાખવાનો નિર્ણય સીએમ ઓફિસથી જ લેવાયો છે. દર્દીઓને 1200 બેડની કોરોના સ્પેશિયલ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા બાદ પુરુષોને અલગ-અલગ રખાયા છે. જ્યારે બંને સમુદાયના મહિલા દર્દીઓ અને બાળકોને એક જ વોર્ડમાં રખાયા છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/34D9g3Z
No comments:
Post a Comment