Latest

Tuesday, April 14, 2020

Live: 10 વાગ્યે દેશને સંબોધન કરશે પીએમ, 21 દિવસ ચાલેલું લોકડાઉન હજુ કેટલું લંબાશે?

કોરોનાની આપત્તિ વચ્ચે પીએમ મોદી આજે ફરી દેશને સંબોધિત કરવાના છે. પીએમે આ મહામારી સામે લડવા માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું, જેનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે આજે પીએમ લોકડાઉનને વધુ લંબાવે છે કે તેમાં કેટલીક છૂટછાટો આપે છે તેના પર સૌની નજર છે.

દેશમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે, અને કુલ કેસોનો આંકડો 10 હજારને પાર થઈ ગયો છે. ઘણા રાજ્યો પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવી ચૂક્યા છે. પીએમે તાજેતરમાં જ રાજ્યોના સીએમ સાથે મિટિંગ કરી હતી, જેમાં તમામે લોકડાઉન લંબાવવાનો મત વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ, કેન્દ્ર સરકારના મંત્રીઓએ ઓફિસે આવવાનું શરુ કરી દીધું છે. યુપી જેવા રાજ્યમાં બંધ પડેલા સરકારી કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ફરી શરુ કરી દેવાયા છે. તેવામાં ઉદ્યોગોને કેટલીક છૂટછાટ આપીને લોકડાઉન લંબાવાય તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. સરકાર દ્વારા કોરોનાના જ્યાં સૌથી વધુ કેસ છે તેવા ક્લસ્ટરની ઓળખ કરાઈ છે. આવા હોટસ્પોટ્સ પર જ આકરા નિયંત્રણ રાખી બીજે લોકડાઉનમાં ઢીલ અપાય તેવી પણ અટકળો છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2y8SuOe

No comments:

Post a Comment

Pages