Latest

Wednesday, May 6, 2020

કોરોનાથી સંક્રમિત 14 વર્ષની રેપ પીડિતાએ ગર્ભપાત કરાવવા માટે હાઈકોર્ટ પાસેથી માગી મંજૂરી

અમદાવાદઃ ઈસનપુરમાં રહેતી 14 વર્ષીય રેપ પીડિતાએ ગર્ભપાત કરાવવાની મંજૂરી મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. જો કે, તેણે આ માટે વધુ રાહ જોવી પડશે. કારણે આ અંગે તબીબી અધિકારીઓનું માર્ગદર્શન માગવામાં આવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ કિસ્સામાં તબીબી અભિપ્રાય વધારે મહત્વનો છે કારણ કે તેને કોવિડ 19નો ચેપ લાગ્યો છે અને તે પહેલાથી જ સારવાર હેઠળ છે.

એક સંબંધીએ છોકરી પર રેપ કર્યો હોવાનો આરોપ છે. 23 એપ્રિલે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. તો પોલીસે પણ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

બીજી તરફ પીડિતા અને તેનો પરિવાર ગર્ભપાત કરાવવા માગે છે. ગત અઠવાડિયે હાઈકોર્ટે ગર્ભપાત કરાવવા માટે તબીબી અધિકારીઓ પાસેથી અભિપ્રાય માગ્યો હતો. 20 અઠવાડિયાથી વધુનો ગર્ભ રહ્યા બાદ બાદ છોકરી હાઈકોર્ટમાં ગઈ હતી. પરંતુ મેડિકલ ટર્મિશન ઓફ પ્રેગ્નેન્સી (MTP) એક્ટ પ્રમાણે 20 અઠવાડિયાની પ્રેગ્નેન્સી પછી ગર્ભપાત કરાવવાની મંજૂરી નથી.

છોકરીને ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસ કમિટી દ્વારા વકીલ આપવામાં આવ્યો છે. પીડિતાને કોરોનાનો ચેપ લાગ્યો હોવાથી આ મામલો વધુ જટિલ બન્યો છે. હાઈકોર્ટે સોમવારે મેડિકલ ઓથોરિટીને પીડિતાની તપાસ કરવા તેમજ ગર્ભપાત કરાવવો યોગ્ય છે કે કેમ તે અંગે અભિપ્રાય માગ્યો હતો.

જ્યારે મંગળવારે હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી ત્યારે ડોક્ટરોની એક ટીમ પીડિતાની તપાસ કરી રહી હતી. હવે આ અંગે કોર્ટ આજે સુનાવણી કરશે.

પ્રેન્ક વીડિયો બનાવતા યુવકને પડી જોરદાર થપ્પડ અને પછી…



from Page Array – I Am Gujarat https://ift.tt/3djnytO

No comments:

Post a Comment

Pages