Latest

Wednesday, May 6, 2020

લોકડાઉન 3.0: ગુજરાત સરકાર પાસે તેમના કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની કોઈ યોજના નથી

કપિલ દવે, ગાંધીનગર: લોકડાઉન 3.0 અમલમાં હોવાથી રાજ્ય સરકારે તેમના કર્મચારીઓ સાથે સરકારી કચેરીઓમાં ફરી કામ શરૂ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જો કે, ગુજરાત સરકાર પાસે કર્મચારીઓ માટે હજી ઘરેથી કામ (WFM) વિકલ્પ રજૂ કરવાની કોઈ યોજના નથી. આરોગ્ય, પોલીસ અને અન્ય જરૂરી કામો જેવી આવશ્યક સેવાઓ સિવાય લગભગ તમામ સરકારી કચેરીઓ લોકડાઉનના પહેલા બે તબક્કામાં બંધ રહી હતી અને તમામ કર્મચારીઓને સંપૂર્ણ પગાર ચૂકવવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારના કેટલાક અધિકારીઓનું મંતવ્ય છે કે એક સમયે જ્યારે રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી રહી છે અને આગ્રહ કરી રહી છે કે નાગરિકો પોતાનું કામ ઓનલાઈન કરે. ત્યારે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકારી કર્મચારીઓને કચેરીઓમાં જવા મજબૂર કરવામાં આવે છે.

નામ જાહેર ન કરવાની શરતે ટેક-સેવીના નાયબ સચિવ રેન્કના એક અધિકારીએ જણાવ્યું હતું કે સચિવાલયમાં મોટાભાગના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ પાસે ફાઇલ સંબંધિત કામગીરી હોય છે. ‘આ કામ સરળતાથી કોઈ પણ જગ્યાએથી પૂર્ણ કરી શકાય છે જેના માટે આપણે શારીરિક રીતે ઓફિસમાં હાજર રહેવાની જરૂરી નથી. છતાંય અમને હાજર રહેવાની ફરજ પાડવામાં આવે છે જેથી કોરોનાના સંક્રમણનું જોખમ વધે છે.’

તેમણે ઉમેર્યું કે, આ દુર્ભાગ્ય છે કે રાજ્ય સરકાર ‘ફેસલેસ ગવર્નન્સ’ ના દાવા કરે છે, પરંતુ કર્મચારીઓને કાર્યાલય પર જવાની ફરજ પડી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના અસંખ્ય પીએસયુ અને વિભાગો કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપી રહ્યા છે, પરંતુ રાજ્ય સરકારે હજી તેના માટે વિચારતું પણ નથી.

અન્ય એક વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો હતો કે રાજ્ય સરકારના બિન-આવશ્યક વિભાગોની ઉત્પાદકતા પર અસર કરી છે, તેમ છતાં તમામ કર્મચારીઓને પગાર પૂરા ચૂકવવામાં આવી રહ્યા છે. ‘ ટ્રાયલ બેસ પર સરકારે અધિકારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપવી જોઈએ. ઓનલાઇન ફાઇલ મેનેજમેન્ટ માટે ઇન્ટિગ્રેટેડ વર્કફ્લો અને ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (IWDMS) લાંબા સમયથી રજૂ કરવામાં આવી હતી, પરંતુ કોઈ તેનો ઉપયોગ કરતું નથી. જો તે અગાઉ અપનાવવામાં આવ્યું હોત તો લોકડાઉન દરમિયાન ઉત્પાદકતામાં વધારો થયો હોત.’

જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (GAD)ના મુખ્ય સચિવ કમલ દયાનીનો સંપર્ક કરતા તેઓએ કહ્યું કે રાજ્ય સરકાર પાસે કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપવાની કોઈ યોજના નથી. ‘સરકારે વન-થર્ડ સ્ટ્રેન્થથી કામ કરવાનું નક્કી કર્યું છે. કન્ટેનમેન્ટ વિસ્તારોમાં રહેતા કર્મચારીઓને કચેરીમાં બોલાવવામાં આવતા નથી. જો કે, ભારત સરકાર કોઈ માર્ગદર્શિકા જારી કરે તો અમે કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપવાના વિકલ્પ પર વિચાર કરી શકીશું.’



from Page Array – I Am Gujarat https://ift.tt/3fs0gnh

No comments:

Post a Comment

Pages