હેપી બર્થ ડે

આજે બોલિવુડની ફેમસ સિંગર નેહા કક્કડનો જન્મદિવસ છે. નેહા ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
અટકેલું નાણું પાછું આવશે

આ વર્ષ સ્વર્ણ પાદથી પ્રવેશ કરી રહ્યું છે. આ વર્ષે મંગળ અને શુક્ર મિશ્ર ફળકારક છે. આ વર્ષમાં ખાસ કાર્યો પૂરા કરી શકશો. જૂનથી જુલાઈમાં સ્પર્ધાઓમાં જીત થતાં મન પ્રસન્ન રહેશે. ફસાયેલું ધન પરત મળે તેવા સંકેત મળી રહ્યા છે.
નાની ભૂલ પણ નુકસાન કરાવી શકે

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સ્પષ્ટ વિચારધારાથી દૂરોગામી પરિણામ મળી શકે છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં સમયને સમજો. થોડી પણ બેદરકારી વિરોધ અને નિષ્ફળતાને આમંત્રણ આપી શકે છે. ડિસેમ્બરમાં નિયમિત કાર્યક્રમોમાં પરિવર્તનથી વાંચ્છિત સિદ્ધિ પ્રાપ્ત થશે.
દાંપત્યજીવનમાં સુખ રહેશે

જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021માં કોઈ મંગળકાર્યની યોજના બની શકે છે. માર્ચમાં મુશ્કેલ કાર્યો થોડા પરિશ્રમ અને ખર્ચ બાદ પૂરા થઈ જશે. એપ્રિલમાં જ્ઞાન અને મનોરંજન પાછળ ખર્ચ કરશો. મહિલાઓ માટે દાંપત્યજીવનનું સુખ વધશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ સફળતા પ્રાપ્ત થશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2UfITNG
No comments:
Post a Comment