હેપી બર્થ ડે

આજે ટેલિવિઝન ક્વીન એકતા કપૂરનો જન્મદિવસ છે. પ્રોડ્યુસર એકતા કપૂર ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
કેવું રહેશે વર્ષ?

આ વર્ષ મંગળ બુધ અને ચંદ્રના પ્રભાવ ક્ષેત્રમાં રહેશે. જૂનના બાકીના દિવસોમાં આયાત-નિકાસના વેપાર સાથે જોડાયેલા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જુલાઈથી ઓગસ્ટ સુધી સારી તક મળશે. ગયા વર્ષના અધૂરા રહી ગયેલા કાર્યો પૂરા કરી શકશો.
આર્થિક ચિંતા સતાવી શકે

સપ્ટેમ્બરમાં આર્થિક કષ્ટ થઈ શકે છે. ઓક્ટોબર-નવેમ્બરમાં કોઈ ભાગ્યવર્ધક ક્ષેત્ર સાથે જોડાશો. ડિસેમ્બરમાં કાર્ય કુશળતા અને એકાગ્રતાથી જોખમી કાર્યો સરળતાથી પાર પાડી શકશો.
શનિવારે કરો આ ઉપાય

આ વર્ષના ઉત્તરાર્ધ જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2021માં જીવનસ્તર ઊંચું ઉઠશે. લોકો તમારા કૌશલ્યના વખાણ કરશે. માર્ચથી એપ્રિલ દરમિયાન કોઈ મુશ્કેલી હોય તો શનિવારે સવારે સ્ટીલની વાટકીમાં સરસિયું ભરીને તેમાં પોતાનું મુખ જુઓ અને પછી વાટકી તેલ સાથે જ દાન કરી દો. મે મહિનામાં પરિવાર સાથે આનંદિત સમય વિતાવશો.
from Page Array – I Am Gujarat https://ift.tt/2UhV4JE
No comments:
Post a Comment