હેપી બર્થ ડે

આજે બોલિવુડના જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર અને કમ્પોઝર આર.ડી. બર્મનની જન્મતિથિ છે. આ ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
કેવું રહેશે વર્ષ?

આ વર્ષના સ્વામી મંગળ છે. ચંદ્રમા અગિયારમા ભાવમાં હોવાથી વિશેષ પરિશ્રમ કરાવશે. બૌદ્ધિક પ્રયાસોથી મનોવાંચ્છિત સફળતા મળશે. કેટલાક જાતકોને જૂનના બાકીના દિવસોથી જુલાઈ સુધીમાં આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મંગળ ગ્રહ તમારા કર્મક્ષેત્રે હાવિ રહેશે.
ભાગ્યોદય થશે

ઓક્ટોબર અને નવેમ્બરમાં આવક વધવાના યોગ છે. ડિસેમ્બર અને જાન્યુઆરીનો સમય નવા વેપારિક કાર્યો કરવા માટે શ્રેષ્ઠ છે. ફેબ્રુઆરીમાં મોટાભાગના જાતકોનો ભાગ્યોદય બુદ્ધિબળ અને પુરુષાર્થથી થશે. માર્ચ 2021થી એપ્રિલ સુધીમાં પ્રવાસના યોગ છે.
વિદ્યાર્થીઓ માટે ઉત્તમ વર્ષ

વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ઉત્સાહ વધારનારું રહેશે. મહિલાઓ માટે દાંપત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિ લઈને આવશે. મે મહિનામાં હનુમાનજીને દરેક શનિવારે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને લગાવવાથી શુભ ફળ મળશે. માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/31mKJRm
No comments:
Post a Comment