Latest

Friday, June 5, 2020

મુંબઈમાં વરસાદ પડતાં પતિ ઈરફાનને યાદ કરીને ભાવુક થઈ સુતાપા, કહ્યું ‘મને ખબર છે કે…’

ઈરફાનને મિસ કરી રહી છે પત્ની સુતાપા

પોતાની ધાંસૂ એક્ટિંગથી લોકોના દિલમાં અમીટ છાપ છોડનાર ટેલેન્ટેડ એક્ટર ઈરફાન ખાને ગત 29 એપ્રિલે આ ફાની દુનિયાને અલવિદા કહ્યું. તેમના નિધન પર ફેન્સ સહિત બોલિવુડના સેલેબ્સે પણ શોક વ્યક્ત કર્યો હતો. ઈરફાન ખાનના નિધન બાદ તેમની પત્ની સુતાપા તેમની સાથે જોડાયેલી યાદોને સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. આ વખતે પણ તેણે ઈરફાનને ખાસ કારણથી યાદ કર્યા છે.

વરસાદ વરસતાં પતિને કર્યો યાદ

વાત એમ છે કે, સાઈક્લોન નિસર્ગના કારણે મુંબઈમાં ધોધમાર વરસાદ પડ્યો. જેને લઈને સુતાપાએ પોતાના ફેસબુક અકાઉન્ટ પરથી વરસાદના વીડિયોની સાથે ઈરફાન ખાનની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં ઈરફાન ખાન પાણીમાં ઊંઘતા જોવા મળી રહ્યા છે. પતિની આ તસવીર શેર કરીને સુતાપાએ ખાસ પોસ્ટ પણ લખી છે.

શેર કરી તસવીર

સુતાપા સિકદરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘ખૂબ ખૂબ આભાર મેં તમને સાંભળ્યા…હા મને ખબર છે કે આ તમારા તરફથી મારા માટે છે અને તેણે મારા શરીરને આત્માને સ્પર્શી લીધો છે. જમીન અને આકાશ વચ્ચે માત્ર વરસાદ જ છે, જે આપણને એકબીજા સાથે જોડેલા રાખે છે’.

આ પહેલા શેર કરી હતી ભાવુક પોસ્ટ

આ પહેલા ઈરફાન ખાનના નિધનને એક મહિનો થતાં સુતાપાએ પતિ સાથેની અનસીન તસવીર શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘સત્ય અને જુઠ્ઠાણાની આગળ પણ એક દુનિયા છે, હું તમને ત્યાં મળીશ. જ્યારે આપણી આત્મા ઘાસ પર શાંતિથી ઊંઘી શકશે અને દુનિયા વાતો કરતાં-કરતાં થાકી ગઈ હશે. આ માત્ર થોડા જ સમયની વાત છે. મળીશું અને વાતો કરીશું’.

આ કારણથી થયું ઈરફાન ખાનનું નિધન

આપને જણાવી દઈએ કે, ઈરફાન ખાન છેલ્લા 2 વર્ષથી ન્યૂરોઅંડોક્રાઈન ટ્યૂમરથી પીડિતા હતા. લંડનમાં સારવાર કરાવ્યા બાદ તેઓ ભારત પરત ફર્યા હતા અને ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં કામ પણ કર્યું હતું. બાદમાં તેમની અચાનક તબિયત ખરાબ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું 29 એપ્રિલે નિધન થયું હતું.



from Page Array – I Am Gujarat https://ift.tt/3gUTyH7

No comments:

Post a Comment

Pages