સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ નેપોટિઝમ, સુશાંતના મોત પાછળનું કારણ તેમજ ઈનસાઈડર vs સાઉટસાઈડર સહિતના કેટલાક મુદ્દાઓ પર ખૂબ ચર્ચા થઈ રહી છે. હાલ આ મામલે સુશાંત સાથે જોડાયેલા લોકોની મુંબઈ પોલીસ પૂછપરછ કરી રહી છે. કેટલાક રિપોર્ટ્સમાં તેવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સુશાંત કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથે આ વર્ષના અંતે લગ્ન કરવાનો હતો.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
હવે, સુશાંત અને રિયા વિશે વાત કરતાં જિયા ખાનની મમ્મી રાબિયા ખાનનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ‘રિયા ચાલાક છોકરી લાગે છે. તેને એટલા માટે જ રાખવામાં આવી કે જેથી તે સુશાંતના મગજમાં ભરી શકે કે તેની માનસિક સ્થિતિ ઠીક નથી અને તેને દવા તેમજ સારવારની જરૂર છે’.
રાબિયાએ રિયા પર આરોપ લગાવતા કહ્યું કે, ‘તેણે સુશાંત માટે કર્યું જ શું છે? જો સુશાંત ઠીક નહોતો તે કેવા સમયમાંથી પસાર થઈ રહ્યો છે તે વિશે જાણતી હોવા છતાં તેણે તેનો કોલ રિસીવ કેમ ન કર્યો? કે પછી તેને એમ કરવાનું કહેવામાં આવ્યું હતું? જો આવું જ છે તો પછી એ વાતનો શું પુરાવો છે કે રિયા સુશાંતને પરેશાનીમાંથી બહાર નીકળવામાં મદદ કરી રહી હતી? રિયાને કામની લાલચ હતી અને તે એના માટે એટલી નીચે ગઈ કે દાદાની ઉંમરની વ્યક્તિ સાથે પણ તેને કોઈ તકલીફ નહોતી’.
સુશાંતના નિધન બાદ રાબિયાએ સલમાન ખાન સામે પણ આરોપ લગાવ્યા હતા. તેણે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને કહ્યું હતું કે, ‘મારી સાંત્વના સુશાંતના પરિવાર સાથે છે. આ દુઃખદ સમાચાર છે. આ મજાક નથી. બોલિવુડે બદલાવવાની જરૂર છે. બોલિવુડે જાગવાની જરૂર છે. બોલિવુડ ભાંગી પડી રહ્યું છે’.
જિયા ખાને પણ 2013માં આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. તેણે પોતાની સ્યૂસાઈડ નોટમાં બોયફ્રેન્ડ સૂરજ પંચોલીનું નામ લખ્યું હતું.
from Page Array – I Am Gujarat https://ift.tt/2BlAim5
No comments:
Post a Comment