સોનુએ હવે ફ્લાઈટથી લોકોને ઘરે મોકલ્યા

સોનુ સૂદ સતત પ્રવાસી મજૂરોની મદદ કરી રહ્યો છે અને તેના આ સારા કામની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે. સોનુ સૂદે મુંબઈમાં લોકડાઉનમાં ફસાયેલા હજારો શ્રમિકોને ટ્રેન અને બસ દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિતના ઘણા રાજ્યોમાં મોકલ્યા. હવે એક્ટર બસ અને ટ્રેન બાદ વિમાનથી પ્રવાસીઓને ઘરે મોકલી રહ્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
ઉત્તરાખંડના 180 પ્રવાસીઓને ઘરે મોકલ્યા
સોનુ સૂદે મુંબઈના લોકડાઉનમાં ફસાયેલા ઉત્તરાખંડના 180 પ્રવાસીઓને શુક્રવારે સવારે ફ્લાઈટથી ઘરે મોકલ્યા. આ લોકોમાં પ્રેગ્નેટ મહિલાઓ, દિવ્યાંગ અને વૃદ્ધ લોકો શામેલ હતા. એક્ટરે આ લોકો સાથે સોશિયલ મીડિયા પર તેની #GharBhejo પહેલ અંતર્ગત સંપર્ક કર્યો હતો. એરપોર્ટ પર પ્રવાસીઓને ઘરે મોકલવાનો સોનુ સૂદનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
લોકોને ઘરે મોકલવા મારી વ્યક્તિગત જવાબદારી

લોકોને ઘરે મોકલાને લઈને સોનુએ કહ્યું, હું ખરેખર ખૂબ ખુશ છું કે લોતો મારી પાસે પહોંચી રહ્યા છે. મને લાગે છેકે આ પ્રવાસીઓને ઘરે પહોંચવામાં મદદ કરવી મારી વ્યક્તિગત જવાબદારી છે અને જેમ મેં પહેલા કહ્યું કે જ્યાં સુધી દરેક પ્રવાસી મજૂરને તેના ઘરે નહીં પહોંચાડી દઉં હું રોકાઈશ નહીં.
બધાનું દિલ જીતી રહ્યો છે સોનુ

સોનુ સૂદે હાલમાં જ કેરળના એર્નાકુલમમાં ફસાયેલી 177 છોકરીઓને એરલિફ્ટ કરાવીને તેમના ઘરે મોકલી હતી. જણાવી દઈએ કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની સહિત તમામ મોટા નેતાઓ સોનુ સૂદની પ્રશંસા કરી ચૂક્યા છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2AaBAzQ
No comments:
Post a Comment