સુશાંત માટે શ્રદ્ધા કપૂરની ભાવુક પોસ્ટ

બોલિવૂડના જાણીતા એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અચાનક મોતથી સૌ કોઈ હેરાન છે. સુશાંતના નિકટને મિત્રો હજુ સુધી આ આઘાતમાંથી બહાર નીકળી શક્યા નથી. સોશિયલ મીડિયા પર ફેન્સ અને નિકટના લોકો સતત પોસ્ટ કરીને તેને યાદ કરી રહ્યા છે. હવે બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે પણ સુશાંત સિંહ રાજપૂત માટે ભાવુક કરનારી પોસ્ટ લખી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
‘પોતાની જ ધૂનમાં નાચતો હતો’

સુશાંતની ફિલ્મ ‘છિછોરે’માં જોવા મળેલી એક્ટ્રેસ શ્રદ્ઘા કપૂરે લખ્યું, ‘જે પણ થયું તેનો સ્વીકાર કરવો મુશ્કેલ છે. એક મોટું ખાલીપણું છે. તે દરેક વસ્તુ અને દરેક જગ્યાએ સુંદરતા જોઈ લેતો હતો. તે પોતાની જ ધૂનમાં નાચતો હતો. હું છિછેરોના સેટ પર તેના આવવાની રાહ જોતી હતી… એક એક્ટર હોવા સાથે તે ખૂબ જ સારો માણસ પણ હતો.’
‘મને ટેલિસ્કોપથી ચંદ્ર બતાવ્યો હતો’
શ્રદ્ધાએ આગળ લખ્યું- ‘હું એકવાર તેના ઘરે ગઈ હતી અને તેણે મને પોતાના ટેલિસ્કોપથી ચંદ્ર બતાવ્યો હતો અને હું અવાચક થઈ ગઈ હતી. તે આ ફીલિંગને બધાની સાથે વહેંચવા ઈચ્છતો હતો. તે નાની-નાની વાતોમાં રસ લેતો હતો અને તેમાં જ પોતાની ખુશી શોધી લેતો હતો. ખરેખર તે એક અલગ વ્યક્તિ હતો. હું તને મિસ કરીશ. પ્રિય સુશ.’
સુશાંત-શ્રદ્ધાએ છિછોરે ફિલ્મ સાથે કરી હતી

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘છિછોરે’માં તે શ્રદ્ધા કપૂરની સાથે જોવા મળ્યો હતો. જોકે બોક્સ ઓફિસ પર ફિલ્મે એવરેજ કમાણી કરી હતી. ઉલ્લેખનીય છે કે સુશાંત લોકડાઉન પહેલા ફિલ્મ ‘દિલ બેચારા’નું શૂટિંગ પતાવી દીધું હતું. આ ફિલ્મ લોકડાઉનના કારણે રિલીઝ થઈ શકી નહોતી.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2YOnb4P


No comments:
Post a Comment