જન્મદિવસની શુભકામના
આજે એક્ટ્રેસ ઝરીના વહાબ ઉપરાંત એક્ટર રવિ કિશનનો જન્મદિવસ છે. આ બંને સેલિબ્રિટી સહિત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકમના.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
કેવું રહેશે વર્ષ?
આ વર્ષે ચંદ્ર અને મંગળ વર્ષના સ્વામી છે. જુલાઈના બાકીના દિવસોથી લઈને ઓગસ્ટના અંત સુધીમાં કર્મનિષ્ઠ લોકોને શુભ પરિણામ મળશે. સપ્ટેમ્બર મહિનો પણ અત્યંત ફળદાયી છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં શિક્ષણ ક્ષેત્રે લાભ થશે. સાથે જ તમારા પરાક્રમ અને બુદ્ધિબળના આધારે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરશો.
રચનાત્મક કાર્યો પૂરા થશે
ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લેખન કાર્ય અને સ્વાસ્થ્ય સુધરશે. ફેબ્રુઆરીથી માર્ચ 2021 સુધીમાં મહત્વપૂર્ણ રચનાત્મક કાર્યો પૂરા થશે. એપ્રિલ મહિનો આર્થિક દ્રષ્ટિએ અનુકૂળ છે.
દાંપત્યજીવનમાં કષ્ટ આવી શકે
મે મહિનામાં દાંપત્યજીવનમાં મહિલાઓને કષ્ટ આવી શકે છે. જૂન-જુલાઈ સુધીમાં આર્થિક પક્ષ મજબૂત બનશે. વિદ્યાર્થીઓને આ વર્ષે પરિશ્રમ બાદ વિશેષ સફળતા મળશે. શ્રી આદિત્ય હૃદય સ્ત્રોતનો રોજ પાઠ કરવો.
from Page Array – I Am Gujarat https://ift.tt/32s8JCP
No comments:
Post a Comment