શિલ્પાને થયો પીઠનો દુઃખાવો
બોલિવુડ એક્ટ્રેસ અને ફિટનેસ ફ્રિક શિલ્પા શેટ્ટી આ વર્ષના ફેબ્રુઆરીમાં મહિનામાં દીકરી સમિષાની માતા બની હતી. લોકડાઉન દરમિયાન એક્ટ્રેસે પોતાના પરિવારની સાથે-સાથે દીકરીનું પણ ખૂબ ધ્યાન રાખ્યું. આખો દિવસ બાળકને તેડી-તેડીને ફરવાથી નવી-નવી મમ્મી બનેલી મહિલાઓને જે અસહ્ય પીઠનો દુઃખાવો થાય છે. તે અનુભવ શિલ્પાને પણ થયો.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
નવી-નવી માતા બનેલી મહિલાઓને થાય છે પીઠનો દુઃખાવો
બાળકના જન્મના પહેલા વર્ષ દરમિયાન માતાને પીઠનો દુઃખાવો થાય તે સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. આખો દિવસ બાળકને તેડીને રાખવું, તે રમતું હોય તો તેની આસપાસ ફરવું વગરે નવી મમ્મીઓનું રુટિન બની જાય છે. પરંતુ દુઃખાવો મહિલાઓને તેમના બાળક પ્રત્યેનો પ્રેમ ઓછો કરી દેતો નથી. શિલ્પાએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે પીઠના દુઃખાવામાંથી રાહત મેળવવા માટેના કેટલાક યોગાસન શીખવ્યા છે.
શિલ્પાએ શીખવ્યા ત્રણ સરળ યોગાસન
શિલ્પાએ શેટ્ટીએ વીડિયો શેર કરીને યોગાસન શીખવ્યા છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘મહામારીના કારણે આપણે પહેલા જે ગતિવિધિ, વ્યાયામ કરવાના આદી હતા, હવે તેના વગર આપણું શરીર જકડાઈ ગયું છે. મોટાભાગના લોકોનું ઘર બહાર નીકળવાનું બંધ થઈ ગયું છે, જેના કારણે શારીરિક ગતિવિધિ ઓછી થઈ ગઈ છે. મારા માટે મારી 5 મહિનાની દીકરીને ઊંચકવી, મારા પીઠના નીચેના ભાગને પ્રભાવિત કરી રહી છે. તેથી હું વ્યાઘ્રાસન, માર્જરાસન અને ઉત્થાન વ્યાઘ્રાસન કરી રહી છું. જે મારા શરીરને લચીલાપણું આપે છે અને મારી પીઠને મજબૂત બનાવે છે. હું મારા દિવસની શરૂઆત આ રીતે કરું છું. તમે કેવી રીતે કરો છો? #exercise #strengthening’.
વ્યાઘ્રાસન
વ્યાઘ્રાસનને ટાઈગર પોઝ પણ કહેવાય છે. શરીર જકડાઈ ગયું હોય તેમજ કરોડરજ્જુમાં પીડા થતી હોય ત્યારે આ આસન કરવાથી રાહત મળે છે. આટલું જ નહીં જો નિયમિત આ આસન કરવામાં આવે તો તમારી ગરદન, પીઠ અને હાથની માંસપેશીઓ મજબૂત થા. છે. શરીર સ્ટ્રેચ થવાથી બ્લડ ફ્લો પણ વધે છે.
માર્જરાસન
માર્જરાસનને કેટ પોઝ પણ કહેવાય છે. આ યોગાસન એકદમ સરળ છે અને તમારા કરોડરજ્જુ ફ્લેક્સિબલ બનાવે છે. આટલું જ નહીં આ યોગાસન તમારી પાચન ક્ષમતા પણ સુધારે છે.
ઉત્થાન વ્યાઘ્રાસન
આ ટાઈગર પોઝનો જ એક પ્રકાર છે, જે પીઠના દુઃખાવામાં મદદગાર છે. આ યોગાસન નિયમિત કરવાથી ઘણા લાભ થાય છે. આ સિવાય તે તમારા ખભાની માંસપેશીઓને મજબૂત બનાવે છે તેમજ શરીરમાં એનર્જી ફ્લોને વધારે છે.
આ સિવાય શું કરી શકાય?
– તમારા બાળકને સાથળના ભાગ પર બેસાડવાનું ટાળો
– બાળકને ખોળામાં એ રીતે બેસાડો કે જેથી તેનું વજન બંને પગ પર સરખી રીતે આવે
– બાળકને ઊંચકતી વખતે તમારા હાથને ખેંચાણ આપશો નહીં. બાળકની નજીક જાઓ અને પછી તેને ઊંચકો
– બાળક પાસે હોય ત્યારે ખુરશી કે સોફામાં યોગ્ય પોઝિશનમાં બેસો
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2Wr9mZA
No comments:
Post a Comment