‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ શરૂ
ટેલિવિઝનના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ પાછલા અઠવાડિયે શરૂ થતા જ ફેન્સ નવા એપિસોડને જોવા માટે ઉત્સાહીત છે. અન્ય ટીવી શોની જેમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો અને ક્રૂ મેમ્બર કોરોના વાયરસના ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઈનના પાલન સાથે શૂટિંગ કરી રહ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો TMKOCના સેટ પર હવે પહેલા જેવી સ્થિતિ નથી રહી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
સેટ પરથી ‘બબીતાજી’એ શેર કર્યો વીડિયો
એવામાં ‘ગોકુળધામ’માં શોનું શૂટિંગ કેવી રીતે કરવામાં આવી રહ્યું છે તે બતાવતો એક વીડિયો એક્ટ્રેસ મુનમુન દત્તા ઉર્ફે ‘બબીતાજી’એ સેટ પરથી શેર કર્યો છે. આ કપરા સમયમાં પણ એક્ટરે પોસ્ટ કરેલા શોર્ટ વીડિયોમાં તેણે ચહેરા પર કપડું બાંધેલું છે. વીડિયોમાં ક્રૂ મેમ્બર્સ પણ માસ્ક પહેરેલા દેખાઈ રહ્યા છે. આ સાથે જ તેણે કેપ્શન આપ્યું છે, સીનના શૂટિંગની વચ્ચે… મારા દિવસના કામની એક નાની ઝલક… આ ન્યૂ નોર્મલ છે.’
ટપુએ કર્યો આવો સવાલ
મુનમુનની આ પોસ્ટ પર તેના કો-સ્ટાર અને સારા મિત્ર એવા રાજ અનડકટ ઉર્ફે ટપુએ કમેન્ટ લખીને પૂછ્યું હતું કે, તમારો અનુભવ કેવો રહ્યો? જેના જવાબમાં એક્ટ્રેસે લખ્યું, ખૂબ સરસ, બધાને મળીને અને ફરી કામ પર આવીને ખૂબ સારું લાગ્યું.
22મી જુલાઈથી આવશે નવા એપિસોડ
ઉલ્લેખનીય છે કે મુનમુન અને રાજ ઘણીવાર સોશિયલ મીડિયા પોસ્ટમાં સાથે જોવા મળતા હોય છે અને બંને સારા મિત્રો પણ છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નવા એપિસોડનું પ્રસારણ 22મી જુલાઈથી થવાનું છે. છેલ્લા 10 વર્ષોથી ચાલી રહેલા આ શોના કલાકારોએ ઘર ઘરમાં લોકપ્રિયતા મેળવી છે. એવામાં ફેન્સ પર ગોકુળધામ સોસાયટીના સભ્યોને ફરીથી જોવા માટે ખૂબ ઉત્સાહી છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/392ZD0B
No comments:
Post a Comment