Thursday, July 9, 2020

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આ રીતે ઓળખાઈ ગયો વિકાસ દુબે, પૂજારીએ જણાવી સમગ્ર ઘટના

ગેંગસ્ટર વિકાસ દુબે પકડાયો

ઉજ્જૈનઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં ડીએસપી સહિત 8 પોલીસવાળાની હત્યા કરનારો વિકાસ દુબે મધ્ય પ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરમાંથી પકડાઈ ગયો. ઘટનાના આઠ દિવસો બાદ તેની ધરપકડ કેવી રીતે થઈ, તેની સમગ્ર કહાણી મહાકાલ મંદિરના પૂજારીએ વિસ્તારથી જણાવી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

‘આત્મસમર્પણ કરવા ઈચ્છતો હતો’

મહાકાલ મંદિરના પૂજારી આશીષે જણાવ્યું કે, એન્કાઉન્ટરના ડરથી વિકાસ દુબે આત્મસમર્પણ કરવા ઈચ્છતો હતો. મંદિર પરિસરમાં પહોંચ્યા બાદ વિકાસ દુબે બૂમો પાડી પાડીને કહી રહ્યો હતો કે તે વિકાસ દુબે છે. તેણે મહાકાલ મંદિરના સુરક્ષાકર્મીઓને કહ્યું કે પોલીસને સૂચના આપવામાં આવે.

ઉજ્જૈન મંદિરમાં દર્શન માટે આવ્યો હતો

પૂજારી આશીષે જણાવ્યું કે, મંદિરમાં તૈનાત સુરક્ષાકર્મીઓને લાગ્યું કે આ વ્યક્તિનો ચહેરો કાનપુરના આરોપી વિકાસ દુબેને મળે છે. તો તેને પકડી લેવાયો. આ બાદ મહાકાલ મંદિરની અંદર પોલીસચોકીને સૂચના અપાઈ. આ સમગ્ર ઘટના સવારે 9 વાગ્યા આસપાસ બની. વિકાસ દુબે 250 રૂપિયાની પહોંચ લઈને મંદિરમાં દાખલ થયો હતો.

મંદિરમાં રહેલા સુરક્ષાકર્મીઓ તેને ઓળખી ગયા

પૂજારીએ જણાવ્યું કે, જ્યારે વિકાસ દુબે પહોંચ લેવા માટે પહોંચ્યો ત્યારે જ ત્યાં ઉપસ્થિત કર્મચારીઓને શંકા ગઈ કે તે વિકાસ દુબે છે. શંકા જવા પર મંદિરના કર્મચારીઓએ તેને પકડી લીધો. પુજારી આશિષે જણાવ્યું કે, મહાકાલ મંદિરમાં દિવસના હજારો લોકો આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, વિકાસ દુબેએ પકડાયા બાદ કોઈપણ પ્રકારની ચાલાકી નહોતી કરી. તેણે ભાગવાનો પણ પ્રયાસ નહોતો કર્યો. વિકાસ દુબેને જે કર્મચારીઓએ પકડ્યો હતો, તેમની પાસે કોઈ હથિયાર નહોતા.



from Page Array – I Am Gujarat https://ift.tt/38QyZZ7

No comments:

Post a Comment

Pages