Thursday, July 9, 2020

જેઓ હાલ નોકરી શોધી રહ્યા છે તેમણે આ કારણે 6 મહિના રાહ જોવી પડશે?

કોરોનાની નોકરી પર અસર

અદિતિ શ્રીવાસ્તવઃ કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે દેશમાં નોકરીઓ ઘટી રહી છે. આવામાં એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે આગામી વર્ષે જાન્યુઆરીમાં ઘણી નોકરીઓની તક ઉભી થઈ શકે છે. રિક્રૂટમેન્ટ ફર્મ કેરિયર નેટ કન્સલ્ટિંગે પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે.

ક્યારે શરુ થશે ભરતી પ્રક્રિયા?

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગની કંપની તબક્કાવાર રીતે નવી તકો ઉભી કરવા જઈ રહી છે, પરંતુ ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લાગી શકે છે. જે કંપનીઓમાં ભરતી પ્રક્રિયા રોકી દેવામાં આવી હતી, તેમાંથી 43%એ કહ્યું છે કે તે આગામી 6 મહિનામાં નવી ભરતી પ્રક્રિયા શરુ કરી શકે છે.

નોકરી મળવામાં લાગી શકે છે સમય

કરિયર નેતા કન્સલ્ટિંગના સંસ્થાપક અંશુમાન દાસ કહે છે કે, “ખરેખર આ સાઈકલ (પ્રક્રિયામાં) 15-16 મહિનાનો સમય લાગી શકે છે જેમાં આગામી વર્ષે એપ્રિલ સુધીમાં નવી ગતિવિધિઓ પીક પર પહોંચી શકે તેવી આશા છે. જોકે, પાછલા વર્ષે 6 મહિનામાં ઘણાં લોકોએ નોકરી ગુમાવી છે અને આ કારણે નબળા પાયાના આધાર પર આગામી વર્ષે એપ્રિલમાં કોરોના વાયરસ સંકટના પહેલાના લેવલ પર પહોંચી શકે છે.”

કંપનીઓ ટાળી રહી છે ભરતી પ્રક્રિયા

કોરોના વાયરસના વધતા સંક્ટના કારણે શૈક્ષણિક સંસ્થાનના પ્લેસમેન્ટમાં પણ કંપનીઓએ નહીં જવાનો નિર્ણય કર્યો છે. 27 ટકા કંપનીઓએ આ અંગે કેમ્પસ હાયરિંગમાં નહીં જવાનો નિર્ણય કર્યો છે, જ્યારે 39% કંપનીઓનું કહેવું છે કે આ વિષયમાં કશું કહી શકાય તેમ નથી.

બની રહી છે નવી ભરતીની યોજના?

રિપોર્ટ મુજબ 100 ટેલેન્ટ એક્વેઝિશન ટીમમાં માત્ર એક તૃતિયાંસે જણાવ્યું છે કે આ વર્ષે નવી ભરતીની યોજના બનાવી રહ્યા છે. દાસે કહ્યું, “કેમ્પસ હાયરિંગની પ્રક્રિયાને આ વર્ષે પણ ટાળવામાં આવી શકે છે. અમને આશા છે કે કેટલીક કંપનીઓ આખા વર્ષમાં આ રીતે ભરતી કરી શકે છે. આર્થિક રિકવરી શરુ થયા બાદ કંપનીઓ પોતાની ભરતી પ્રક્રિયામાં બદલાવ કરી શકે છે.”



from Page Array – I Am Gujarat https://ift.tt/2ZcPkUy

No comments:

Post a Comment

Pages