ફાર્મહાઉસમાં છે સલમાન
માર્ચ મહિનામાં લોકડાઉન જાહેર કરાયું ત્યારથી સલમાન ખાન પરિવાર સાથે પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં છે. આટલા મહિનાથી તે ઘરે હોવાથી સમયનો સદ્દુપયોગ પણ કરી રહ્યો છે. હાલમાં જ તેણે ખેતીમાં હાથ અજમાવ્યો હતો, જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આ વીડિયોમાં સલમાન ટ્રેક્ટરથી ખેતર ખેડતો જોવા મળી રહ્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
ખેતરમાં ચલાવ્યું ટ્રેક્ટર
સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં સલમાન ખાન ટ્રેક્ટર ચલાવતો જોવા મળ્યો. આ વીડિયોમાં તે બ્લેક શોટ્સ અને લૂઝ પિંક ટી-શર્ટમાં જોવા મળ્યો. ટ્રેક્ટરની મદદથી તે ખેતર જોતરતો જોવા મળ્યો.
‘ખેડૂતોને આપો માન’
આ પહેલા સલમાન ખાને એક તસવીર શેર કરી હતી. જે પનવેલમાં ખેતીકામનો પ્રયાસ કર્યા બાદ શાંતિથી ખેતરમાં બેઠો હોય તેવી હતી. જેમાં એક્ટર બ્લૂ ગંજી અને બ્લૂ ડેનિમ શોટ્સમાં જોવા મળ્યો હતો. તસવીરનાં કેપ્શનમાં લખ્યું હતું કે, ‘દરેક ખેડૂતોને માન આપો’.
વર્કફ્રંટના વાત કરીએ તો…
વર્કફ્રંટની વાત કરીએ તો, તે પ્રભુદેવાની અપકમિંગ ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈમાં જોવા મળશે. આ ફિલ્મમાં દિશા પાટની, રણદીપ હુડા, જેકી શ્રોફ પણ મહત્વના રોલમાં છે. મૂવી ઈદ પર જ રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉનના કારણે તેમ થયું નહીં. હવે આ ફિલ્મની રિલીઝ ડેટ પાછળ ઠેલવવામાં આવી છે.
‘કભી ઈદ કભી દિવાલી’ની પણ જાહેરાત
આ સિવાય તેણે અન્ય એક ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’ની પણ જાહેરાત કરી હતી. જેમાં તેની ઓપોઝિટમાં પૂજા હેગડે જોવા મળશે. આ ફિલ્મ અંગે વધુ કોઈ માહિતી મળી નથી.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/3jiA6oZ
No comments:
Post a Comment