Monday, July 20, 2020

અજય દેવગણના નિકટના વ્યક્તિનું અવસાન, 29 વર્ષ જૂની મિત્રતાનો આવ્યો અંત

અજય દેવગણના પબ્લિસિસ્ટ રહી ચૂકેલા આર. આર. પાઠકનું અવસાન થયું છે. રવિવારે અજયના અંગત મિત્ર એવા આર. આર. પાઠકનું નિધન થયું. અજય દેવગણે ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી હતી. સાથે જ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

આર. આર. પાઠકે અજય દેવગણની પહેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ની પબ્લિસિટીનું કામ કર્યું હતું. છેલ્લા 29 વર્ષોથી અજય અને આર. આર. પાઠક એકબીજાના સંપર્કમાં હતા. ત્યારે અંગત મિત્ર કહી શકાય તેવા આર. આર. પાઠકે આ દુનિયામાંથી વિદાય લેતા અજય દેવગણ ભાવુક થયો હતો. તેણે ટ્વિટ કરીને લખ્યું, “આર. આર. પાઠક સરે મારી ડેબ્યૂ ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ની પબ્લિસિટીનું કામ સંભાળ્યું હતું. અમે 29 વર્ષોમાં ઘણીવાર એકબીજાને મળ્યા હતા. તમારા માર્ગદર્શન માટે આભાર સર. તમારા પરિવારને સાંત્વના. ભગવાન તમારી આત્માને શાંતિ આપે પાઠક સાહેબ.”

અજય દેવગણની ડેબ્યૂ ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ 1991માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અજયની સાથે એક્ટ્રેસ મધુ, અંજના મુમતાઝ, અરુણા ઈરાની, જગદીપ, અમરીશ પુરી, રઝા મુરાદ જેવા કલાકારો હતા. હાલ અજયના વર્કફ્રંટની વાત કરીએ તો તેની ફિલ્મ ‘ભૂજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ આ વર્ષે રિલીઝ થવાની છે. આ સિવાય અજયના ખાતામાં ફિલ્મ ‘મેદાન’ પણ છે. જેમાં અજય દિગ્ગજ કોચ સૈયદ અબ્દુલ રહીમનો રોલ નિભાવશે. તેમને ફાધર ઓફ ફૂટબોલ તરીકે પણ ઓળખાય છે.

ગેંગસ્ટર વિકાસ દુબેના ફાઈનાન્સરની ધરપકડ



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/30seuOj

No comments:

Post a Comment

Pages