નહાતી વખતે તમારું બાળક રડે છે?
તમારા નાનકડા બાળકને નવડાવવું એ માત્ર હાઈજીન માટે જ નહીં પરંતુ તેમને શાંતિથી ઊંઘ આવે તે માટે પણ જરૂરી છે. દરેક મમ્મીને તેમના બાળકને નવડાવતી વખતે અલગ-અલગ અનુભવ થાય છે. કેટલાક બાળકોને તો નહાવું ખૂબ ગમતું હોય છે, તેઓ પાણી જુએ કે તરત જ રાજી-રાજી થઈ જાય અને પાણીમાં જતાની સાથે જ છબછબીયા કરવા લાગે. તો કેટલાક બાળકો તો બાથરુમમાં જતાની સાથે જ મોટે-મોટેથી રડવા લાગે. આવા બાળકને નવડાવવામાં તો મમ્મીઓ પણ થાકી જાય. જો તમારું બાળક પણ આમ કરતું હોય તો તમે તે જાણવાનો ક્યારેય પ્રયાસ કર્યો છે કે તે કેમ નહાતી વખતે રડે છે?
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
પાણીનું તાપમાન
બાળકો ઠંડા અને ગરમ તાપમાન પ્રત્યે સંવેદનશીલ હોય છે. તેથી તેનું નહાવાનું પાણી વધારે ઠંડુ કે વધારે ગરમ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું. તેમને હુંફાળા પાણીથી નવડાવવું વધારે ઉચિત રહેશે. આવું પાણી તેમને શાંત પાડશે અને સાથે જ તેઓ નહાવું પણ પસંદ કરશે.
પાણીનો પ્રવાહ
જ્યારે બાળકને નવડાવો ત્યારે તેમના પર ધીમે-ધીમે પાણી રેડો. જો તમે બાથટબ વાપરતા હો તો પહેલા બાળકને તેમા બેસાડો અને પછી ધીમે-ધીમે તેમના પર પાણી રેડો. આમ કરવાથી તેમને પણ મજા આવશે. જ્યારે તેમના વાળ ધોવો ત્યારે પણ પાણી ધીમે-ધીમે જ નાખવું
અળાઈ કે ફોલ્લીઓના કારણે બળતરા
સાબુ અને પાણીના સંપર્કમાં આવવાથી તેમને ક્યાંય ફોલ્લીઓ કે લાલ ચકામા તો નથી પડી ગયા ને તેનું ધ્યાન રાખવું. જો તેમને આવું કંઈ થયું હોય અને તે ભાગમાં પાણી અડે તો બળતરા ઉપડે છે, જેના કારણે બાળક રડે છે અને નહાવાથી દૂર ભાગે છે. જો આવું થાય તો તે ભાગમાં સાબુ લગાવવાનું ટાળો.
ભૂખ
પૂરતી ઊંઘ લીધા બાદ અને જમ્યા બાદ જ તમારા બાળકને નવડાવવું. જો તમારું બાળક થાકી ગયું હશે અથવા ભૂખ્યું હશે તો તે રડશે. તેથી તેને ખવડાવ્યાના 30 કે 45 મિનિટ બાદ જ નવડાવવું
રુટિન ફોલો કરો
રુટિન ફિક્સ કરી દેવું પણ જરૂરી છે. રુટિન સેટ કર્યું હશે તો તમારું બાળક પણ તે પ્રમાણે ટેવાઈ જશે. જેમ કે, તમારા બાળકને ખબર પડશે કે આ સૂવાનો સમય છે. આ નહાવાનો સમય છે.
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/3jnd7ZR
No comments:
Post a Comment