પ્રેગનેન્સી દરેક સ્ત્રી માટે જીવનનો સૌથી યાદગાર અને નાજુક તબક્કો છે. આ દરમિયાન ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્યને લઈને ચિંતા થવી સ્વાભાવિક છે, પરંતુ તેની કોઈ અસર તમારા પર ના પડવી જોઈએ. મા બનવા જઈ રહેલી દરેક સ્ત્રીને હેલ્ધી અને હેપ્પી બેબી સિવાય કંઈ નથી જોઈતું હોતું. તેવામાં વેક્સિનેશન માત્ર તમારા બાળકને જ નહીં પરંતુ તમને પણ રસીથી અટકાવી શકાતા રોગોથી દૂર રાખશે. માતાને અપાતી વેક્સિન બાળકમાં પણ એન્ટિબોડીનું નિર્માણ કરે છે, અને તેને જોખમી રોગો સામે રક્ષણ આપે છે.
બાળક વેક્સિનેશન માટે યોગ્ય ઉંમર ના ધરાવતું હોય ત્યારે આ એન્ટીબોડી શરુઆતના કેટલાક મહિના દરમિયાન કેટલાક રોગો સામે તેને રક્ષણ આપે છે. એટલું જ નહીં, પ્રેગનેન્સી દરમિયાન પણ તે માતાને રક્ષણ આપે છે. આમ, માતા અને બાળક બંનેના પ્રોટેક્શન માટે તમારા ગાયનેક પાસેથી પ્રેગનેન્સી પહેલા, પ્રેગનેન્સી દરમિયાન અને પ્રેગનેન્સી બાદ કઈ-કઈ વેક્સિન જરુરી છે તે સમજી લેવું જરુરી છે. આવી જ એક મહત્વની વેક્સન છે થ્રી ઈન વન પ્રોટેક્શન, જે પ્રેગનેન્સી દરમિયાન જરુરી છે.
ચાલો સમજીએ થ્રી ઈન વન વેક્સિનેશનની અસરકારકતા, કે જે ગર્ભવતી મહિલા અને બાળકને ત્રણ રોગો સામે રક્ષણ આપી શકે છે.
ધનુર (Tetanus): બેક્ટેરિયાથી થતું આ ઈન્ફેક્શન માતા અને બાળક માટે ખૂબ જ ભયાનક સાબિત થઈ શકે છે. ધનુર ક્લોસ્ટ્રિડિયમ ટેટાની નામના બેક્ટેરિયાના કારણે થાય છે, જે જમીનમાં હોય છે. આ બેક્ટેરિયા શરીરમાં ઘા દ્વારા પ્રવેશે છે, અને વ્યક્તિની નર્વ્સ સિસ્ટમને પ્રભાવિત કરે છે, જો તેની સારવાર ના કરાય તો તે જીવનું જોખમ પણ ઉભું કરી શકે છે. નવજાત બાળકમાં ધનુરનો ચેપ સામાન્ય રીતે ગર્ભનાળ પર રુઝ ના આવે ત્યાં સુધી લાગવાનો ખતરો રહે છે. તેમાંય જો ગર્ભનાળને નોન-સ્ટેરિલાઈટ ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા કપાઈ હોય તો આ ખતરો ખૂબ જ વધી જાય છે. તેના લીધે સ્નાયુમાં સોજો ચઢે છે અને દુ:ખાવો થાય છે અને સ્વાસ્થ્યને લગતી ગંભીર સ્થિતિ સર્જાય છે. બાળકને તેના લીધે મોઢું ખોલવામાં, ખોરાક ગળવામાં અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, કેટલાક સંજોગોમાં તો તેનું મોત પણ થઈ શકે છે.
ડિપ્થેરિયા: આ ગંભીર પ્રકારના બેક્ટેરિયલ ચેપની અસર મોઢા, નાક અને ગળામાં જોવા મળે છે. જો અપ ટુ ડેટ વેક્સિનેશન ના લેવામાં આવે તો બાળક ઉપરાંત પુખ્તને પણ ડિપ્થેરિયા થવાનું જોખમ રહે છે. વિશ્વમાં સૌથી વધુ ચેપી ગણાતા રોગોમાં ડિપ્થેરિયાનો પણ સમાવેશ થાય છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ, હાર્ટ ફેઈલ્યોર, પેરાસિલિસ અને મોત પણ થઈ શકે છે. મોટાભાગના વિકસિત દેશોમાં ડિપ્થેરિયાને બાળકોને અપાતી રસી દ્વારા કાબૂમાં લઈ લેવાયો છે. જોકે, ભારતમાં હજુ આ થઈ નથી શક્યું. દેશમાં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અમલમાં મૂકાયો છે, પરંતુ કેટલીક હોસ્પિટલોમાં આવતા કેસોમાં જોવા મળ્યું છે કે સ્કૂલે જતા બાળકો અને પુખ્તોને પણ તેનો ચેપ લાગે છે. આ ચેપ લાગવા પાછળ યોગ્ય રસી તેમજ ડિપ્થેરિયા, ધનુર, પેર્ટ્યુસિસ જેવા બુસ્ટર ડોઝ ના લેવા જેવા કારણો જવાબદાર છે.
પેર્ટ્યુસિસ (ઉંટાટિયું): ગુજરાતીમાં જેને ઉંટાટિયું તરીકે પણ ઓળખવામાં આવે છે તેવી આ મોટી ઉધરસ બોર્ડેટેલ્લા પર્ટ્યુસિસ નામના બેક્ટેરિયાને કારણે થાય છે. આ ઉધરસ ખૂબ જ ચેપી છે, અને સામાન્ય ઉધરસ કરતા તે વધારે ભયાનક પણ છે. મોટી ઉધરસ આવે ત્યારે એક સાથે ભારે દબાણ સાથે દર્દીને અનેક ઉધરસ આવે છે, અને તેનો ચહેરો લાલઘુમ થઈ જાય છે. ઉધરસથી જે ડ્રોપલેટ્સ બહાર આવે છે તેનાથી તેનો ચેપ બીજાને પણ લાગે છે. નવજાત બાળકને જો આ ચેપ લાગે તો તેને ન્યૂમોનિયા થવા ઉપરાંત આંચકી આવવાનો પણ ડર રહે છે. જો માતાને મોટી ઉધરસ થાય તો બાળકને તેનો ચેપ લાગવાની પૂરી શક્યતા છે. ઘરમાં બીજા કોઈને મોટી ઉધરસ થઈ હોય તો પણ બાળકને સરળતાથી તેનો ચેપ લાગી શકે છે.
શું પ્રેગનેન્સીમાં અપાતી વેક્સિન્સની કોઈ આડઅસર થાય છે?
પ્રેગનેન્સીમાં અપાતી થ્રી ઈન વન વેક્સિનેશન માતા અને બાળકની જન્મના કેટલાક મહિનાઓ સુધી મોટી ઉધરસથી રક્ષણ કરે છે. નવજાત બાળકને જ કોઈપણ ઈન્ફેક્શન લાગવાનો સૌથી વધુ ખતરો હોય છે. જોકે, અન્ય દવાઓની માફક વેક્સિનેશનની પણ સામાન્ય આડઅસર હોય છે, જેમાં દુ:ખાવો, લાલાશ આવી જવી, કે પછી જ્યાં રસી અપાઈ હોય ત્યાં સામાન્ય સોજો આવી જવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
પ્રેગનેન્સી દરમિયાન ખુશ રહેવાની સાથે ક્યારેક ચિંતા થવી સામાન્ય બાબત છે. જોકે, બાળકના સ્વાસ્થ્યની ચિંતા તમને માતા બનવાનો આનંદ લેતા રોકવી ના જોઈએ. આપ આપના ગાયનેકનો કરી સંપર્ક પ્રેગનેન્સી દરમિયાન આ ત્રણ વેક્સિન અંગે અને થ્રી ઈન વન વેક્સિનેશન અંગે માહિતી મેળવી શકો છો.
ગ્લેક્સોસ્મિથક્લાઈન ફાર્માસ્યૂટિકલ્સ લિમિટેડ. ડૉ. એનિબેસન્ટ રોડ, વર્લી મુંબઈ 400030 દ્વારા જનહિતમાં જારી. આ લેખમાં અપાયેલી માહિતી માત્ર સામાન્ય જનજાગૃતિ ફેલાવવા માટે છે, તેનો ઉદ્દેશ કોઈ મેડિકલ સલાહ આપવાનો નથી. આપ આપના ફિઝિશિયનની આપની સ્થિતિ અનુસાર સલાહ લઈ શકો છો.
GSK પ્રોડક્ટ અંગેની કોઈપણ આડઅસર અંગે આપ અમને india.pharmacovigilance@gsk.com પર જાણ કરી શકો છો.
NP-IN-PTX-PSP-200031, DOP June 2020
ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય સમજણ માટે છે, જેમાં કોઈ મેડિકલ એડવાઈસનો સમાવેશ નથી થતો. કોઈપણ મેડિકલ ઈન્ક્વાયરી તેમજ આપના સ્વાસ્થ્યને લગતી સ્થિતિની માહિતી માટે આપના ડોક્ટરનો સંપર્ક કરો. ગ્લેક્સોસ્મિથક્લાઈન ફાર્માસ્યૂટિકલ્સ લિમિટેડ, ડૉ. એની બેસન્ટ રોડ, વર્લી, મુંબઈ 400030 દ્વારા જનહિતમાં જારી. આ આર્ટિકલ GSK વતી ટાઈમ્સ ઈન્ટરનેટની સ્પોટલાઈટ ટીમ દ્વારા પ્રકાશિત કરાયો છે.
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/3hjzhdH
No comments:
Post a Comment