સ્ટાઈલિશ મલાઈકા અરોરા
બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા આમ તો પોતોની કાતિલ અદાઓ અને હોટ ડ્રેસ દ્વારા ભલભલી એક્ટ્રેસને ટક્કર આપે છે. 46 વર્ષની ઊંમરે પણ 26 વર્ષની લાગતી બોલિવડ એક્ટ્રેસ મલાઇકા અરોરા આજે પણ પોતાની કરિયરના શરુઆતના દિવસો જેવી જ દેખાય છે. અથવા તો એમ કહો કે જાણે વધતી ઉંમરને રોકવાનું જાદુ ફક્ત મલાઈકા જ જાણે છે. વીજેમાંથી એક્ટ્રેસ બની અને અત્યાર સુધીની સફરમાં મલાઈકાના ડ્રેસિંગ સ્ટાઈલમાં ઘણા ફેરફાર આવ્યા છે. પરંતુ બોડી હગિંગ સિલ્હૂટ્સ માટે તેના વોર્ડરોબમાં ખાસ જગ્યા છે. વાત અર્જુન કપૂર સાથે ડિનર ડેટ પર જવાન હોય કે રેડ કાર્પેટ પર વાહવાહી લૂટવાની, મલાઈકાની સ્ટાઈલ દરેક વખતે લોકોને દિવાના બનાવે છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
ફેશન કરવામાં થાપ ખાઈ ગઈ
આ સાથે એ બાબતને નકારી ન શકાય કે જ્યારથી મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજા સાથે છે ત્યારથી જ્યાં જુઓ ત્યાં આ બંને લવબર્ડ્સની જ ચર્ચા હોય છે. હા કેટલાક લોકોને તેમના કામ અને તેમની વ્યક્તિગત જીંદગીમાં વધુ રસ હોય છે પરંતુ અમારું ધ્યાન તો તેમના સ્ટાઇલ સ્ટેટમેન્ટ પર છે. જેને અમને ફરી એકવાર વિચારતા કરી દીધા છે. જી હાં, હાલમાં મલાઈકાના કેટલાક ફોટોઝ અમે સ્ક્રોલ કરતા હતા ત્યારે એક એવો ફોટો જોયો કે વિચાર આવ્યો કે આટલી ફેશનેબલ હોવા છતા મલાઈકા ક્યારેક ક્યારેક એવા કપડા શા માટે પહેરી લેતી હશે જે ખૂબ જ ભદ્દા લાગે…
આ ડ્રેસમાં એક્ટ્રેસને જોઈ ટ્રોલર્સ ભડક્યા
પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઈને ચર્ચામાં રહેતી મલાઈકા થોડા દિવસો પહેલા આઉટિંગ માટે જારાની એક ઓવરસાઇઝ શર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. જેને તેણે રેડ બુટ્સ સાથે સ્ટાઇલ કરી હતી. આ સાથે મલાઈકાએ પ્રિન્ટ ઓન પ્રિંટ પર પણ હાથ અજમાવ્યો અને એનિમલ પ્રિન્ટવાળા બૂટ્સ સાથે બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટ્રીપવાળા શર્ટ પહેર્યા. જોકે ફિટનેસ ફ્રિક મલાઈકાએ પોતાના આ લુકને સિમ્પલ રાખતા વાળને મેસી બનમાં સ્ટાઈલ કર્યા હતા. પરંતુ તેમના ફેન્સને મલાઈકાનો આ ડ્રેસ ખાસ કંઈ પસંદ પડ્યો નહીં.
કોઈએ તો સીધુ જ કહી દીધું કે…
જેવી મલાઈકાની આ તસવીર સોશિયલ મીડિયામાં આવી કે લોકોને તેમની આ નવી સ્ટાઇલ જરાપણ ગમી નહીં. કેટલાક લોકોએ તેની આ સ્ટાઇલને ભદ્દી તો કેટલાકે તેને ફૂહડ ગણાવી હતી. તો કેટલાકે તો સીધું જ કહી દીધું કે મેડમ ભૂલથી અર્જુનના કપડા પહેરી આવ્યા કે શું?
તેમને કેવી લાગી મલાઈકાની ફેશન સેન્સ?
ચલો, લોકો તો કોમેન્ટ કરે પરંતુ મલાઈકાના અત્યાર સુધીના લૂકને જોતા એટલું તો માનવું પડે કે આ લોકોની વાત ખોટી પણ નથી. આ અત્યાર સુધીમાં એક્ટ્રેસનો સૌથી વધુ ખરાબ લૂક હશે. જે રીતે તેણે પોતાના લૂકને સ્ટાઇલિશ કર્યો હતો તેને જોઈને ટ્રોલર્સ ભડકે તેમાં કોઈ નવાઈ નથી. ચાલો હવે તમને પણ પૂછી લઈએ કે તમારો શું ખ્યાલ છે મલાઈકાના આ ડ્રેસ બાબતે?
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat https://ift.tt/2ZbYuAT
No comments:
Post a Comment