Wednesday, July 22, 2020

‘ન્યૂ નોર્મલ’નો શૂટિંગ અનુભવ જેઠાલાલે કર્યો શેર, કહ્યું- હોસ્પિટલમાં હોઈએ એવું લાગ્યું હતું

સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમે શૂટિંગ શરુ કરી દીધું છે અને આજથી (22 જુલાઈ) દર્શકોને શોના નવા એપિસોડ જોવા મળશે. શોની સ્ટાર કાસ્ટ સેટ પર પાછા ફરીને ખુશ છે અને હાલના સમયને જોતાં શૂટિંગ સમયે પૂરતી સાવચેતી રાખવામાં આવી રહી છે. ત્યારે એક ઈન્ટરવ્યૂ દરમિયાન દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલે કહ્યું કે, શરુઆતના બે દિવસ તો તેમને લાગ્યું કે તેઓ હોસ્પિટલમાં શૂટિંગ કરી રહ્યા છે અને આવી સ્થિતિમાં તેઓ કોમેડી કઈ રીતે કરશે તેમ તેમને લાગતું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

‘મહામારીના કારણે વધારે લોકોને સેટ પર સાથે રાખીને શૂટિંગ કરવું શક્ય ન હોવાથી અમે શૂટિંગની આખી પ્રક્રિયા બદલી નાખી છે. અમારી પાસે ટેકનિકલ સ્ટાફ પણ વળી મોટો છે અને તેઓ પણ સાવચેતી રાખી રહ્યા છે. તેઓ વારંવાર હાથ સેનિટાઈઝ કરે છે અને માસ્ક પહેરે છે. હકીકતમાં તો જ્યારે અમે શૂટિંગ શરુ કર્યું તો શરુઆતના બે દિવસ તો એવું લાગ્યું કે જાણે હોસ્પિટલમાં છીએ. કારણ કે ચારેબાજુથી સેનિટાઈઝરની સ્મેલ આવતી હતી. દરેકે માસ્ક પહેર્યું હતું. અમને થતું હતું કે અમે કોમેડી કેવી રીતે કરીશું. પરંતુ સ્થિતિ જ એવી છે કે અમે કંઈ કરી શકીએ તેમ નથી અને તેથી જ આ સ્થિતિમાં ઢળી રહ્યા છીએ. કામને અસર ન પડે અને લોકોને મનોરંજન મળી રહે તે માટે અમે પૂરતો પ્રયાસ કરી રહ્યા છીએ’, તેમ તેમણે કહ્યું.

શોના શૂટિંગ દરમિયાન તેઓ કેટલી સાવચેતી રાખે છે તે અંગે પણ 52 વર્ષીય એક્ટરે વાત કરી હતી. ‘અમારી સ્ટાર કાસ્ટ મોટી છે. તેથી અમારે વધારે સાવચેતી રાખવી પડે છે. જો અમે ઓછા કલાકારો સાથે કામ કરવાનો પ્રયાસ કરીએ તો પણ અમારી સ્ટાર કાસ્ટના કારણે એટલા તો કલાકારો રહેશે જ. અમે નસીબદાર છીએ કે અમારી પાસે પૂરતી જગ્યા છે અને તેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શકીએ છીએ. અમારા પ્રોડ્યૂસર અસિત ભાઈએ સેટ પર સારી વ્યવસ્થા કરી છે, તેમણે સેટ પર થોડા-થોડા મીટરના અંતરે સેનિટાઈઝર મૂકાવ્યા છે. અમે પહોંચીએ તે પહેલા અમારો મેક-અપ રુમ પણ સેનિટાઈઝ કરવામાં આવે છે.અમે ઈનડોર જ્યાં શૂટ કરીએ છીએ તે પણ સેનિટાઈઝ કરવામાં આવે છે.અમારો સ્ટાફ પણ કો-ઓપરેટિવ છે. તેઓ શૂટિંગ દરમિયાન માસ્ક પહેરી રાખે છે. અમારી પાસે કોઈ વિકલ્પ ન હોવાથી અમને વધારે ખતરો રહે છે. અમારે કેમેરા સામે જવાનું હોય ત્યારે માસ્ક કાઢી નાખીએ છીએ અને ડિરેક્ટર કટ કહે કે તરત જ પહેરી લઈએ છીએ’, તેમ એક્ટરે જણાવ્યું.

અપકમિંગ ટ્રેક વિશે વાત કરતાં એક્ટરે ખુલાસો કર્યો કે, ‘બાપુજી ક્યાંક જતા રહે છે અને લોકડાઉન દરમિયાન બાપુજી ક્યાંય જોવા ન મળતા જેઠાલાલ ચિંતિત થઈ જાય છે. બધાને લાગે છે કે તેઓ બહાર ગયા હશે પરંતુ પછી તેમને જાણ થાય છે કે, ગેટ તો લોક છે’.

સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો કેટલું ભણેલા છે, જાણો છો?



from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/3fPFyxJ

No comments:

Post a Comment

Pages