સીરિયલ ‘હમારી બહૂ સિલ્ક’ ઓફ એર થઈ તેને એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે. પરંતુ તેની કાસ્ટ અને ક્રૂને હજુ પણ પ્રોડ્યૂસર તરફથી મહેનતાણું મળ્યું નથી. જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર હકની લડાઈ લડી રહ્યા છે. વચ્ચે લોકડાઉન આવી જતાં સીરિયલના કેટલાક કલાકારોની સ્થિતિ તો અટલી ખરાબ થઈ ગઈ છે કે તેમણે બચતમાંથી ખર્ચા કાઢવા પડી રહ્યા છે અને હવે તે પણ ખૂટવા આાવી છે. શોમાં જાનકી જોશીનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ વંદના વિઠલાણીની સ્થિતિ પણ કંઈક આવી છે. તેની પાસે હાલ કંઈ કામ ન હોવાથી અને ઘર પણ ચલાવવાનું હોવાથી તે ક્રિએટિવ કામ તરફ વળી છે અને આવક મેળવવાનો વિકલ્પ શોધી લીધો છે. હાલ તે ઓનલાઈન પર કસ્ટમાઇઝ્ડ રાખડી વેંચી રહી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
એક્ટ્રેસે કહ્યું, ‘મેં મે મહિનાથી ઓક્ટોબર 2019 સુધી શૂટિંગ કર્યું હતું, પરંતુ માત્ર મે મહિનાની જ ફી મળી. મારે પ્રોડ્યૂસર પાસેથી લાખો રૂપિયા લેવાના નીકળે છે. આ વાતને એક વર્ષ થઈ ગયું. છતાં, પૈસા મળ્યા નથી. મને નવેમ્બર 2019માં ‘મુસ્કાન’માં રોલ મળ્યો પરંતુ તે પણ બે મહિનામાં બંધ થઈ ગઈ. મને તેના પૈસા મળ્યા, પરંતુ તે પણ કેટલા દિવસ સુધી ચાલે? હવે મેં રાખડી બનાવવાનું અને તેને ઓનલાઈન વેચવાનું શરું કર્યું છે. આ રીતે હું મારો સમય પસાર કરી લઉ છું અને પૈસા પણ કમાઈ લઉ છું. એ તો છે કે, હું વધારે કમાતી નથી પરંતુ આ સમયે તો બધું ચાલે’.
તેણે કહ્યું કે, ‘મારો પતિ વિપુલ થિયેટર આર્ટિસ્ટ છે અને આ મહામારીના કારણે તે પણ ઘરે છે. મેં જાન્યુઆરીમાં શો માટે ઓડિશન આપ્યા હતા પરંતુ કંઈ થયું નહીં. અમારી આર્થિક સ્થિતિને ફટકો પડ્યો છે. અમે અમારા બાળકોની સ્કૂલ અને કોલેજ ફી પણ ભરવી પડે છે. હું હવે નવા પ્રોજેક્ટ મળવાની રાહ જોઈ રહી છું’.
સુશાંતે નિધન બાદ આલિયા ભટ્ટને ટ્વિટર પર ફોલો કરી?
from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/2ZM1Zy6
No comments:
Post a Comment