ગયા અઠવાડિયે કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન હોસ્પિટલમાં દાખલ છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પોતાની હેલ્થ અપડેટ ફેન્સ અને શુભચિંતકોને આપી રહ્યા છે. હાલમાં જ બિગ બીની દીકરીએ એક તસવીર શેર કરી છે. જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે તે પરિવારને યાદ કરી રહી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
શ્વેતા બચ્ચને શેર કરેલી પોસ્ટમાં ‘ગેરહાજરી’ શબ્દએ લોકોનું ધ્યાન ખેંચ્યું અને ત્યારથી જ તેઓ અંદાજો લગાવી રહ્યા છે કે શ્વેતા પિતા, ભાઈ-ભાભી અને ભત્રીજીને યાદ કરી રહી છે. શ્વેતાએ વાદળી રંગનું આકાશ દર્શાવતી એક તસવીર શેર કરી. આ તસવીર શેર કરતાં શ્વેતાએ લખ્યુ, “…ગેરહાજરી આકાશ જેવી છે, દરેક જગ્યાએ ફેલાયેલી છે. (…absence is like sky, spread over everything- C.S. Lewis.)” શ્વેતાએ આ પોસ્ટ મૂક્યા બાદ તેનું કોમેન્ટ સેક્શન ઊભરાઈ ગયું.
થોડા દિવસ પહેલા ફાધર્સ ડે પર શ્વેતા અમિતાભ બચ્ચન માટે ખાસ પોસ્ટ મૂકી હતી. હાલ તો અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. ફેન્સ તેમના સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
‘ચલ જીવી લઈએ’ની એક્ટ્રેસ આરોહીએ જણાવ્યો અનુભવ, કહ્યું-સંઘર્ષ કરવો પડે છે
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2ORhG0t
No comments:
Post a Comment