Monday, July 20, 2020

આ એક્ટરે હિના ખાનના બોયફ્રેન્ડને જાહેરમાં આપી ‘ચેતવણી’, કહ્યું ‘જો તારી આ…’

હિનાની પોસ્ટ પર નકુલે લીધી મજા

એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર હિનાના ફોલોઅર્સ પણ ઘણા છે. હાલમાં જ એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર નવી પોસ્ટ મૂકી છે જેમાં તે ઊંચે ઉડવાની વાત કરે છે. થ્રોબેક વિડીયોમાં હિના બીચ પર કૂદકા મારતી જોવા મળે છે. જો કે, હિનાના આ વિડીયો પર સીરિયલ ‘ઈશ્કબાઝ’ના એક્ટર અને ફ્રેન્ડ નકુલ મહેતાએ ટીખળ કરી અને હિનાના બોયફ્રેન્ડ રોકીને આપી દીધી સલાહ.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

રોકીને નકુલે આપી ચેતવણી

 

View this post on Instagram

 

I wanna fly #FeelKaroReelKaro

A post shared by HK (@realhinakhan) on

હિનાએ ઈન્સ્ટાગ્રામ રીલમાં વિડીયો શેર કરતાં લખ્યું, “મારે ઉડવું છે.” આ વિડીયો પર નકુલ મહેતાએ કોમેન્ટ કરીને કહ્યું, “રોકી સંભાળજે. તારી જોરુ ઉડવાની ચેતવણી આપી રહી છે.” નકુલની કોમેન્ટ પર રોકીએ પણ મજેદાર જવાબ આપ્યો. તેણે લખ્યું, “ભાઈ પતંગની જગ્યા આકાશમાં છે અને દોરીની હાથમાં.” જો કે, હિનાએ આ ‘બોય્ઝ ટૉક’ વાંચી લીધી અને જવાબ આપ્યો.

હિના ખાને આપ્યો જવાબ

હિના ખાનની પોસ્ટ પર કોમેન્ટ્સ

હિનાએ નકુલ અને બોયફ્રેન્ડ રોકીની કોમેન્ટ્સ પર જવાબ આપતા લખ્યું, “નકુલ મહેતા…તમે બંને છોકરાઓ….હું દોરી કે પતંગ નથી હું દબંગ છું. #SherKhan.”

લોકડાઉનમાં પણ હિનાએ છોડી નથી કસરત

ઉલ્લેખનીય છે કે, લોકડાઉન બાદ હિનાએ કામ શરૂ કરી દીધું છે. હિના આગામી પ્રોજેક્ટના શૂટિંગ અને ડબિંગ માટે ઘરની બહાર જઈ રહી છે. લોકડાઉન દરમિયાન હિનાએ પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો છે. હિના સોશિયલ મીડિયા દ્વારા ફેન્સના સંપર્કમાં રહી હતી. એટલું જ નહીં આ દરમિયાન હિનાએ પોતાનું વર્કઆઉટ છોડ્યું નહોતું. તે સતત ઈન્સ્ટાગ્રામ પર વર્કઆઉટના વિડીયો શેર કરતી હતી.



from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/3eHMStS

No comments:

Post a Comment

Pages