Tuesday, July 21, 2020

21 જુલાઈ જન્મદિવસ રાશિફળઃ ગાયને પાલક ખવડાવવાથી થશે લાભ

આર્થિક દુર્બળતા થશે સમાપ્ત

આ વર્ષ બુધ મંગળ શનિ તમારા ભાગ્યાંક અને જન્માંકનો સ્વામી ગ્રહ રહેશે. ગયા વર્ષ દરમિયાન મંદીના કારણે જુલાઈ સુધી આર્થિક વિષમતાનો સામનો કરવો પડી રહ્યો છે. ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બરના અંત સુધી વેપારની કમજોરી અને આર્થિક દુર્બળતા સમાપ્ત થઈ જશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ઓક્ટોબર-નવેમ્બરની વચ્ચે વધુ રાહત મળશે

ઓક્ટોબરથી નવેમ્બરની વચ્ચે વધુ રાહત મળશે, કામ-ધંધો પાટા પર ચડી જશે. ડિસેમ્બરથી જાન્યુઆરીમાં દેવ દર્શન, ધનનો ખર્ચ કરવો સુખદ સિદ્ધ થશે. ફેબ્રુઆરીમાં કોઈ પણ પ્રકારનું ડૂબેલું ધન પરત મળી જશે.

આર્થિક સ્થિતિ મજબૂત થશે

માર્ચ-એપ્રિલ 2021માં પ્રિયજનો અને પરિવારજનોના મંગળ કાર્યો, ઉત્સવોમાં સામેલ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. મેના અંત સુધીમાં આર્થિક સ્થિતિ વધુ સારી થઈ જશે. જૂનમાં ઉપહાર સ્વરુપ વસ્ત્રાભૂષણ મળવાની શક્યતા બનેલી રહેશે.

ગાયને પાલક ખવડાવો

જુલાઈના મધ્ય સુધીમાં સન્માન મળશે. મહિલાઓ માટે આ વર્ષ ઉત્તમ ફળકારક છે. વિદ્યાર્થી વર્ગ વિશેષ પરિશ્રમ બાદ પણ અલ્પ સંતોષથી કામ ચલાવવું પડશે. વિશેષ ઉત્તમ પરિણામો માટે પન્ના રત્ન ધારણ કરવો હિતકારી રહેશે. ગાયને અઠવાડિયામાં એકવાર પાલક ખવડાવો.



from Page Array – I Am Gujarat https://ift.tt/3jnOrAt

No comments:

Post a Comment

Pages