ગત 14 તારીખે ટૂંકાવ્યું હતું જીવન
લાખો લોકોના દિલ પર રાજ કરતો અને પોતાની સ્માઈલથી છોકરીઓને તેના પર ફિદા થવા માટે મજબૂર કરી દેતો ટેલેન્ટેડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયાને અલવિદા કહ્યું તેને આજે એક મહિનો થઈ ગયો છે. 34 વર્ષની વયે તેણે અચાનક જ જીવન ટૂંકાવી લેતા તેનો પરિવાર અને મિત્રો આઘાતમાં છે. એક્ટરની એક્સ-ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેની સ્થિતિ પણ કંઈક આવી જ છે. આમ તો તે સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે. પરંતુ સુશાંતના નિધન બાદ તેણે દેખા દીધી નહોતી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
અંકિતાએ મૂકી પોસ્ટ
હવે, એક્ટરના નિધનના એક મહિના બાદ એટલે કે આજે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં દીવો જોવા મળી રહ્યો છે. જ્યારે તેના પૂજા ઘરમાં ભગવાનની સામે સફેદ ફૂલ જોવા મળી રહ્યા છે. આ તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘ભગવાનનું બાળક ’
અંતિમ ક્રિયા બાદ પરિવાર સાથે કરી હતી મુલાકાત
આપને જણાવી દઈએ કે, બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં સુશાંતના નિધન બાદ અંકિતા તેના પિતા અને બહેનને મળવા ગઈ હતી. ત્યારે જે તસવીરો સામે આવી હતી તેમાં તેના ચહેરા પર દુઃખ સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું.
‘અંકિતા દુઃખી છે’
આ પહેલા અંકિતાની ખૂબ સારી ફ્રેન્ડ અને ટીવી એક્ટ્રેસ આરતી સિંહે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, ‘હું અંકિતા થકી સુશાંતને જાણતી હતી. તે ખૂબ સારો વ્યક્તિ હતો અને તે પ્રેરિત પણ હતો. મેં અંકિતા સાથે વાતચીત કરીને તેના હાલચાલ પૂછ્યા હતા. અંકિતા હજુ ગમમાં છે’.
રિયાની 9 કલાક પૂછપરછ
હાલ મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એક્ટરની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ પોલીસે 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. રિયા લોકડાઉન દરમિયાન તેની સાથે રહેતી હતી.
from Page Array – I Am Gujarat https://ift.tt/3gX9Gak
No comments:
Post a Comment