અમદાવાદ: માસ્ક ન પહેર્યું તો પોલીસે રોકવા માટે દંડો મારતા યુવક ડિવાઈડર સાથે અથડાતા લોહીલુહાણ થયો હોવાની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ માસ્ક ન નહોતું પહેર્યું એટલે યુવકને રોકવા માટે પોલીસે યુવકના માથાના ભાગે દંડો માર્યો હતો. જેથી સંતુલન બગડતા યુવક ધસડીને ડિવાઈડર સાથે અથડાતા લોહીલુહાણ થયો હતો. સમગ્ર મામલે પોલીસ સામે ગાયકવાડ હવેલી પોલીસમાં ગુનો નોંધાયો છે.
સાદા ડ્રેસમાં રહેલા વ્યક્તિએ માથામાં લાકડી મારી
મીડિયા રિપોર્ટ મુજબ જમાલપુરમાં રહેતા મહેબુબખાન પઠાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, તેમનો પુત્ર જુનેદ મણિનગર ખાતે મિકેનિકની નોકરી કરે છે. 12 જુલાઈના રોજ સાંજે ગ્રાહકની એક્સેસ (ટુ-વ્હીલર) આપવા માટે પાડોશમાં રહેતા સોહીલને પાછળ બેસાડીને જમાલુપર ગયો હતો. જોકે ગ્રાહક સાથે મુલાકાત ન થતા તે જમાલપુર બ્રિજ થઈને પરત ઘરે આવતો હતો. આ દરમિયાન પોલીસ ચોકી પાસે પોલીસ જેવા દેખાતા વ્યક્તિએ વાહન રોકવા માટે ઈશારો કર્યો હતો. જોકે, જુનેદે ગાડીની સ્પીડ વધારતા સાદા ડ્રેસમાં રહેલા વ્યક્તિએ જુનેદના માથાના ભાગે લાકડી મારી હતી.
બે ધારાસભ્યોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી
અહેવાલ મુજબ સંતુલન બગડતા જુનેદ 25 ફૂટ આગળ જઈ ડિવાઈડર સાથે અથડાયો હતો. જેથી જુનેદને માથાના ભાગે ગંભીર ઈજા થતાં વીએસ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર ઘટના અંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાના ખેડાવાલાએ પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરી હતી. સમગ્ર મામલે સીસીટીવી કેમરા પર તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/3epthhN
No comments:
Post a Comment