Tuesday, July 21, 2020

હવાથી પણ ફેલાઈ શકે છે કોરોના, બંધ જગ્યાઓ પર પણ માસ્ક પહેરવાનું રાખોઃ CSIR

વિશ્વ મોહન, નવી દિલ્હીઃ કોરોના વાયરસ હવાથી ફેલાય છે કે નહીં તે સવાલ શરુઆતથી ઉઠી રહ્યો છે. આ અંગે અગાઉ WHO દ્વારા આશંકા નકારવામાં આવી હતી જોકે, કેટલાક વૈજ્ઞાનિકોના રિસર્ચમાં સામે આવ્યું હતું કે વાયરસ અરબોર્ન એટલે કે હવાના માધ્યમથી પણ ફેલાય છે. જેમાં હવામાં વાયરસના રહે છે અને તેના કારણે ત્યાંથી પસાર થનારી વ્યક્તિને તેનો ચેપ લાગવાની સંભાવના છે. હવે WHOએ પણ આ સંભાવનાઓને સ્વીકારી છે. ભારતની મુખ્ય રિસર્ચ બોડીએ પણ આ વાતને સ્વીકારી છે કે કોરોના વાયરસ હવાથી પણ ફેલાઈ શકે છે, માટે તેનાથી બચવા માટે માસ્ક જરુર પહેરવું જોઈએ.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

CSIR (Council of Scientific & Industrial Research)ના અધ્યક્ષ સી માંડેએ પોતાના બ્લોગ પોસ્ટમાં આ અંગે સ્પષ્ટતા કરવાની વાત કરી છે, તેમણે કેટલાક અભ્યાસ રજૂ કરીને જણાવ્યું છે કે, “SARS-CoV-2 હવા દ્વારા ફેલાવાની સંભાવનાઓ અને પુરાવા રજૂ કરવામાં આવી રહ્યા છે.”

તેમણે લખ્યું છે કે, આવી સ્થિતિમાં કઈ રીતે કોઈ પોતાને સુરક્ષિત રાખી શકે. જેને જવાબો સહજ રીતે સ્પષ્ટ છે- મોટી સંખ્યામાં એકઠા થવાનું ટાળવું જોઈએ, કામકાજના સ્થળો પુરતી હવાની અવર-જવર થઈ શકે તેવા હોવા જોઈએ અને સૌથી મહત્વનું એ કે, માસ્ક પહેરી રાખવું જોઈએ, જો જગ્યા બંધ રહેતી હોય તો પણ.

32 દેશોના 239 વૈજ્ઞાનિકો દ્વારા આ અંગે વાત કરવામાં આવી તે પછી WHO દ્વારા હવા દ્વારા વાયરસ ફેલાવાની સંભાવનાને સ્વીકારવામાં આવી છે.

સી માંડેએ કહ્યું છે કે, “જ્યારે વ્યક્તિ છીંક કે ખાંસી ખાય છે ત્યારે ઉડેલા છાંટા પણ હવામાં ફેલાય છે. જેમાં મોટા છાંટા હોય તે જમીન પ પડી જાય છે જ્યારે નાના કણો લાંબા સમય સુધી હવામાં રહે છે. સંક્રમિત વ્યક્તિ દ્વારા ખાંસી, છીંક, બોલવાથી કે ગાવાથી અન્ય વ્યક્તિને વાયરસનો ચેપ લાગવાની સંભાવના રહેલી હોય છે. આવામાં મોઢામાંથી કે નાકમાંથી ઉડેલા મોટા છાંટા જમીન પર પડી જાય છે પણ નાના છાંટા કે કણો હવામાં અમુક સમય સુધી ફરતા રહે છે.”

અગાઉ WHO દ્વારા હવાથી વાયરસ ફેલાતો હોવાની સંભાવના નકારવામાં આવી હતી, જોકે, તેના પર રિસર્ચ થયા બાદ વાતને સ્વીકારવામાં આવી હતી.



from Page Array – I Am Gujarat https://ift.tt/39h7xUr

No comments:

Post a Comment

Pages