નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.07 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 11,666 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 123 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,07,01,193 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,53,847 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,03,73,606 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 14,301 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,73,740 પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.91 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.
દેશમાં 23.55 લાખ લોકોને રસી અપાઈ
દેશમાં કોરોના સંક્રમણ સામેનો જંગ ચાલી રહ્યો છે. જેમાં કોવિડ રસીકરણના પહેલા તબક્કામાં અત્યાર સુધીમાં 23.55 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ દેશમાં સંક્રમણનું જોર પણ નબળું પડી રહ્યું હોય છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
from chitralekha https://ift.tt/3t3ytQX
via
No comments:
Post a Comment