મોહ તથા ધૃણા બંને મોટા વિકાર છે. આ બંને એક બીજા થી એવી રીતે અંતર રાખે છે કે જાણે કે ચુંબકના બે ધ્રુવ. એકની ઉપસ્થિતિમાં બીજો રહી જ ના શકે. અર્થાત જ્યાં મોહ હોય છે ત્યાં ધૃણા નથી હોતી અને જ્યાં ઘૃણા હોય છે મોહ નથી હોતો. બંને ખૂબ નુકસાનકારક છે. આ બંનેની ઉત્પત્તિનું કારણ છે દેહ અભિમાન (દેહની સ્મૃતિ). મનુષ્ય અમુક વ્યક્તિઓને પસંદ કરે છે અને અમુક વ્યક્તિઓને પસંદ ના કરે છે. જેને તે પસંદ કરે છે તેના રાગમાં અને જેને ના પસંદ કરે છે તેના પ્રત્યે ઘૃણામાં ફસાઈ જાય છે.
જો તે આત્મિક ભાવને ધારણ કરે તથા દરેક સમયે એ સ્મૃતિ સાથે કાર્ય વ્યવહાર કરે તથા સંબંધ સંપર્કમાં આવે કે આપણે બધા એક પિતાની સંતાન આત્મિક દ્રષ્ટિએ ભાઈ-ભાઈ છીએ. આત્મા રૂપમાં અજર-અમર- અવિનાશી જ્યોતિબિંદુ છે. તે પરમધામ થી આવે છે, આ સૃષ્ટિ રંગ મંચ પર મહેમાન છે. બીજી વ્યક્તિઓ પણ એક સાથે પાર્ટ બજાવવા વાળા એક્ટર છે. આ ભાવનાથી દૈહિક દ્રષ્ટિ સમાપ્ત થઈ જાય છે. તથા રાગ અને ધ્રુણાની સામે રક્ષણ મળે છે. આવી વ્યક્તિ સાક્ષી દ્રષ્ટા, ઉપરામ તથા સર્વ પ્રિય બની જાય છે.
જેવી રીતે મદદ કરવા વાળી વ્યક્તિ પ્રત્યે મોહ ઉત્પન્ન થાય છે કેવી રીતે કામ બગાડવા વાળી, અપમાન કરવા વાળી, નુકસાન કરવા વાળી વ્યક્તિથી નફરત થઈ જાય છે. માનવ મનને જેના પ્રત્યે મોહ હોય છે તેની યાદ આવે છે તથા જેના પ્રત્યે દુશ્મની હોય છે તેની પણ બહુ જ યાદ આવે છે. જેના પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થઈ જાય તો તેના પ્રત્યે ગુસ્સો ઉત્પન્ન થતો રહે છે. તેને જોતા જ સંકલ્પોમાં ઉછાળો આવે છે. ભગવાનના બદલે તે વ્યક્તિનો ફોટો દિલ દર્પણ પર છવાઈ જાય છે. પરંતુ વિચાર કરો જેને આપણે દુષ્ટ-ખરાબ કહીએ છીએ જેનો ચહેરો પણ જોવા નથી ઈચ્છતા. તે સામે આવી જાય તો મોં ફેરવી જઈએ છીએ, છતાં પણ તેને યાદ શા માટે કરીએ છીએ? જ્યારે સ્થૂળ આંખો સામે તેને આવવા દેવા નથી ઈચ્છેતા તો મનની આંખોથી તેને શા માટે જોઈએ છીએ?
કોઈને ખરાબ સમજવો તે પાપ છે. જો તે વ્યક્તિ સાચે સાચ ખરાબ છે તો તેને વારંવાર યાદ કરવો તે તેનાથી પણ મોટું પાપ છે. તેના કારણે ભગવાનને ભૂલવા તે તેનાથી પણ મોટું પાપ છે. આપણે યાદ રાખવું જોઈએ કે આપણા કોઈ શત્રુ નથી. શત્રુ તો પાંચ વિકાર છે, તથા કોઈ મિત્ર નથી મિત્ર તો સદગુણ છે. આપણે જે સારા કે ખરાબ કર્મ કર્યા છે તેજ સમયની સાથે સાથે આપણી સામે આવે છે. જો આપણે કોઈ ખોટું કાર્ય આ જન્મમાં કે પાછલા જન્મમાં કર્યું નથી તો આપણું કોઈ કશું બગાડી શકતું નથી. કોઈપણ પરિસ્થિતિમાંથી આપણે સરળતાથી બહાર નીકળી શકીએ છીએ.
ભગવાન આપણી મદદ કરશે. આપણે કરેલ સારા કર્મો કોઈને કોઈ એવો રસ્તો નિકાળી દેશે જેથી આપણે સલામત બહાર નીકળી જઇશું. નિમિત્ત ભલે કોઈપણ બને પરંતુ નુકસાનનું મૂળ છે આપણા ખરાબ કર્મ. આજે એક નિમિત બને છે કાલે બીજા નુકસાન માટે બીજી વ્યક્તિ નિમિત બની શકે છે. માટે સર્વ પ્રત્યે સારા વિચાર કરવા દશા પોતાના કર્મોને સુધારવા એક જીવનનો મૂળભૂત સિદ્ધાંત હોવો જોઈએ. એ દ્રઢ નિશ્ચય કરી લઈએ કે આપણે કોઈનું સ્વપ્ન માત્રમાં પણ ખરાબ નથી વિચારવું.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
from chitralekha https://ift.tt/yOdguC8
via
No comments:
Post a Comment