ટી20 વર્લ્ડકપના સુપર 8 રાઉન્ડમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામે ધમાકેદાર પ્રદર્શન કરીને શાનદાર જીત નોંધાવી હતી. મુકાબલામાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ભારતના બેટરો સામે તેમનો આ નિર્ણય ભારે પડ્યો હતો.
ભારતે પ્રથમ બેટિંગ કરતાં શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. ટોપ ઓર્ડરે ઝડપી રનગતિ જાળવી રાખતા સ્કોરબોર્ડ સતત દોડતું રહ્યું હતું. મધ્યક્રમના બેટરોએ પણ તાબડતોબ બાઉન્ડરી અને છગ્ગાની વરસાદ કરી ઇનિંગને વધુ મજબૂત બનાવી હતી. પરિણામે ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 256 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો, જે ટી20 ફોર્મેટમાં પ્રતિસ્પર્ધી ટીમ માટે પડકારજનક સાબિત થયો. ભારતે આ મેચ 72 રનથી જીતી લીધી હતી. 257 રનનો લક્ષ્યાંક નક્કી કરીને ઝિમ્બાબ્વે 6 વિકેટે માત્ર 184 રન જ બનાવી શક્યું હતું.
A comprehensive victory
#TeamIndia clinch the #INDvZIM clash by 7⃣2⃣ runs courtesy of an all-round effort!
Scorecard
https://t.co/p4GxtxGkBf#T20WorldCup | #MenInBlue pic.twitter.com/Sk1dlTQ4FD
— BCCI (@BCCI) February 26, 2026
ઝિમ્બાબ્વેની શરૂઆત સારી હતી, પરંતુ ધીમી હતી. બ્રાયન બેનેટ અને તાદિવાનાશે મારુમાનીએ 6.2 ઓવરમાં 44 રન ઉમેર્યા. અક્ષર પટેલે મારુમાનીને (20 રન) આઉટ કરીને આ ભાગીદારી તોડી. ત્યારબાદ વરુણ ચક્રવર્તીએ ડીયોન માયર્સને માત્ર 6 રનમાં આઉટ કર્યો. ત્યાંથી, કેપ્ટન સિકંદર રઝા અને બ્રાયન બેનેટે ત્રીજી વિકેટ માટે 72 રન ઉમેર્યા. રઝાએ 21 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું, જેમાં બે છગ્ગા અને બે ચોગ્ગાનો સમાવેશ થાય છે.
ઝિમ્બાબ્વેની ઇનિંગની 17 મી ઓવરમાં સિકંદર રઝાને અર્શદીપ સિંહે આઉટ કર્યો. ત્યારબાદ અર્શદીપે રાયન બર્લને 0 રન પર આઉટ કર્યો. ત્યારબાદ અર્શદીપે ટોની મુન્યોંગાને આઉટ કર્યો, જેણે ફક્ત 11 રન બનાવ્યા. મુશેકિવાએ શિવમ દુબે દ્વારા આઉટ થયા પહેલા 7 રન બનાવ્યા. વિકેટ પડવાની વચ્ચે, ઓપનર બ્રાયન બેનેટ અંત સુધી ક્રીઝ પર રહ્યા. બેનેટે 59 બોલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને અણનમ 97 રન બનાવ્યા.
Clearing the ropes 1⃣7⃣ times
Contributions from top to bottomA record-breaking performance from #TeamIndia batters
#T20WorldCup | #MenInBlue | #INDvZIM pic.twitter.com/kEdYC3p6JJ
— BCCI (@BCCI) February 26, 2026
ટોસ ઝિમ્બાબ્વેના કપ્તાન Sikandar Raza એ જીત્યો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ ભારતીય બેટ્સમેનોએ આ નિર્ણયને સંપૂર્ણપણે ખોટો સાબિત કરતાં 4 વિકેટે 256 રન બનાવી આ વર્લ્ડ કપનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો.
ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક અભિગમ અપનાવ્યો. સંજુ સેમસન અને અભિષેક શર્માએ પ્રથમ વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી. સંજુ 24 રન બનાવી બ્લેસિંગ મુઝરબાનીની બોલિંગ પર રાયન બર્લના હાથમાં કેચ આપી પેવેલિયન પરત ફર્યા. શરૂઆત સારી હોવાને કારણે ભારતીય ઇનિંગ્સને મજબૂત આધાર મળી ગયો.
Pandya Power on display in a crucial game
Hardik Pandya is the Player of the Match for his quickfire fifty
Scorecard
https://t.co/p4GxtxGkBf#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #INDvZIM | @hardikpandya7 pic.twitter.com/nOkbcyjoRw
— BCCI (@BCCI) February 26, 2026
અભિષેક શર્મા અને ઇશાન કિશને બીજી વિકેટ માટે 72 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી. અભિષેકે ફક્ત 26 બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી અને આ વર્લ્ડ કપમાં પ્રથમ વખત 50 નો આંક પાર કર્યો. તેમણે 30 બોલમાં 55 રન બનાવ્યા, જેમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેમની આ આક્રમક ઇનિંગ્સે મેચનો રુખ સંપૂર્ણપણે ભારત તરફ ફેરવી દીધો.
ઇશાન કિશન 38 રન બનાવી આઉટ થયા. તેમને સિકંદર રજાએ રિચર્ડ નગારવાના હાથમાં કેચ કરાવ્યા. ત્યારબાદ થોડા જ સમયમાં અભિષેક પણ ટિનોટેન્ડો માપોસાની બોલિંગ પર આઉટ થયા. જોકે, ભારતીય ટીમનો રનરેટ જળવાઈ રહ્યો અને મધ્યક્રમમાં પણ તોફાની બેટિંગ જોવા મળી.
કપ્તાન સૂર્યકુમાર યાદવે માત્ર 13 બોલમાં 33 રનની ઝડપી ઇનિંગ્સ રમી, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થયો. તેમની આક્રમક બેટિંગે અંતિમ ઓવરોમાં રનની ગતિ વધુ તેજ કરી. તેમનું વિકેટ પણ રિચર્ડ નગારવાએ જ મેળવ્યું.
અંતમાં હાર્દિક પંડ્યાએ શાનદાર ફિનિશિંગ આપતા નોટઆઉટ 50 રન નોંધાવ્યા અને ટીમનો સ્કોર 256/4 સુધી પહોંચાડ્યો. સાથે તિલક વર્માએ પણ નોટઆઉટ 44 રન બનાવી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. બંનેએ અંતિમ ઓવરોમાં ઝડપી રન બનાવી જિમ્બાબ્વેના બોલરોને દબાણમાં મૂકી દીધા.
આ મુકાબલામાં બંને ટીમોની પ્લેઇંગ 11 માં ફેરફાર જોવા મળ્યો. ભારત તરફથી રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદરને બહાર રાખવામાં આવ્યા અને તેમની જગ્યાએ સંજુ સેમસન તથા અક્ષર પટેલને તક આપવામાં આવી. જિમ્બાબ્વે તરફથી ગ્રીમ ક્રેમરની જગ્યાએ ટિનોટેન્ડો માપોસાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા.
256 રનનો લક્ષ્યાંક આ વર્લ્ડ કપ 2026 નો સૌથી મોટો સ્કોર સાબિત થયો છે. Super-8 રાઉન્ડમાં આટલો વિશાળ સ્કોર બનાવવાથી ભારતે નેટ રન રેટમાં પણ મોટો ફાયદો મેળવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે જિમ્બાબ્વે સામે આ ટાર્ગેટ હાંસલ કરવો મુશ્કેલ પડકાર બની ગયો છે.
ચેન્નઈના ગરમ વાતાવરણ અને પ્રેશર ભરેલી પરિસ્થિતિમાં ભારતીય બેટિંગ લાઇનઅપે જે પ્રદર્શન કર્યું છે તે ટૂર્નામેન્ટના આગળના મુકાબલાઓ માટે પણ સંકેતરૂપ માનવામાં આવી રહ્યું છે. અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યાની ફિફ્ટીએ ટીમને આત્મવિશ્વાસ આપ્યો છે અને ફેન્સમાં જીતની આશા વધુ મજબૂત બનાવી છે.
from chitralekha https://ift.tt/ps6PNhV
via







No comments:
Post a Comment