જિમમાં ગયા વિના ઉતાર્યું 10 કિલોગ્રામ વજન
આ 25 વર્ષીય ટીચર યુવતીએ જિમમાં ગયા વિના ઉતાર્યું 10 કિલોગ્રામ વજન, અગાઉ તેનું વજન 60 કિલોગ્રામ હતું. 10 કિલોગ્રામ વજન ઉતારતા આ યુવતીને 2 મહિનાનો સમય લાગ્યો. આ યુવતીના લગ્ન થયા ત્યારબાદ તેનું વજન વધી ગયું હતું, વધારે વજન હોવાને કારણે તેની ઉંમર પણ વધુ દેખાતી હતી માટે આ યુવતીએ વજન ઉતારવાનું નક્કી કર્યું. તો ચાલો જાણીએ આ યુવતીની વજન ઉતારવાની સફર વિશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
જાણો આ યુવતીનો ડાયટપ્લાન
આ યુવતી દરરોજ સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ લીંબુ પાણીમાં મધ મિક્સ કરીને પીતી હતી. ત્યારબાદ તે થોડાં ડ્રાયફ્રૂટ્સ અને એક બાફેલુ ઈંડું ખાતી હતી. આ સિવાય તે ક્યારેક-ક્યારેક બ્રેકફાસ્ટમાં બાફેલા ચણા અને સફરજન પણ ખાતી હતી. તે બપોરે લંચ દરમિયાન ખીચડી અને દહીં ખાતી હતી જ્યારે બપોરે નાસ્તામાં એક કપ ગ્રીન ટી સાથે 4 બિસ્કિટ ખાતી હતી. રાત્રે 8 વાગ્યે ડિનર દરમિયાન રોટલી, શાક અને ભાત સહિત સલાડ ખાતી હતી.
ઓછી કેલરીવાળો આહાર લેતી હતી
આ યુવતીએ જિમમાં ગયા વિના ઘરે જ થોડીઘણી કસરત કરીને તેનું વજન ઉતાર્યું છે. તેણે તેના ભોજન પર નિયંત્રણ કરીને સફળતાપૂર્વક વજન ઉતાર્યું. વજન ઉતારવાની પ્રક્રિયા દરમિયાન તે ઓછી કેલરીવાળો આહાર લેતી હતી. તે પૌંઆમાં ગાજર, ડુંગળી વગેરે મિક્સ કરીને ખાતી હતી.
દરરોજ 5 વખત ગ્રીન ટી પીતી હતી
વજન ઉતારવાની વાત કરતા આ યુવતી જણાવે છે કે હું ખાંડ ખાવાનું ટાળતી હતી અને દરરોજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીતી હતી તેમજ બટાકાવાળા ફૂડથી પણ દૂર રહેતી હતી. હું દરરોજ 5 વખત ગ્રીન ટી પીતી હતી.
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2VJgrSp
No comments:
Post a Comment