Latest

Thursday, May 30, 2019

માર્ચ 2020 સુધીમાં સેન્સેક્સ 43,000 થશેઃ કોટક સિક્યોરિટીઝ

69572630

નવી દિલ્હી:નજીકના ભવિષ્યમાં ચૂંટણીના પરિણામનો ઉન્માદ શમ્યા પછી રિઝર્વ બેન્કની નાણાનીતિ અને કેન્દ્રીય અંદાજપત્ર પર શેરબજારની નજર રહેશે.

આ ઉપરાંત વૈશ્વિક કારણોમાં અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરની સ્થિતિ કેવા વળાંક લે છે અને અર્થતંત્ર સામેના પડકાર સમાન મુદ્દાનો કેટલી ઝડપથી ઉકેલ લાવી શકાય છે તેની પર શેરબજારની ટૂંકાથી મધ્યમ ગાળાની ચાલનો આધાર રહેશે એમ જણાવીને કોટક સિક્યોરિટીઝના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, માર્ચ 2020 સુધીમાં સેન્સેક્સ 42,000થી 43,000ની રેન્જમાં રહેશે.

શેરબજારે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ બહુમતી મેળવનાર એનડીએ સરકારને આવકારી છે અને તેને પગલે સેન્સેક્સ તેમજ નિફ્ટી નવી ઊંચાઈએ પહોંચ્યા છે. કોટક

સિક્યોરિટીઝના સીઇઓ અને એમડી કમલેશ રાવે જણાવ્યું હતું કે, “શેરબજાર સ્થિરતા, એકસૂત્રતા અને મજબૂત લીડરશિપને આવકારે છે. કેન્દ્રમાં સ્થિર અને મજબૂત સરકારને કારણે સુધારાનાં વધુ પગલાં ભરવામાં આવશે જે અર્થપૂર્ણ રહેશે એમ રોકાણકારો માને છે. આગામી બજેટમાં કેવાં પગલાં લેવામાં આવે છે તેની પરથી અંદાજ નીકળી શકશે.”

તેમણે જણાવ્યું હતું કે, “માર્ચ 2020 સુધીમાં નિફ્ટીની રેન્જ 12,500થી 13,000ની રહેશે (સરેરાશ 12,700). તેજીના કિસ્સામાં નિફ્ટીની રેન્જ 13,000થી 13,500ની રહેશે. લોકોએ

રાજકીય સંદેશો મજબૂત આપ્યો છે. હાલ સ્થાનિક અને વૈશ્વિક સ્તરે એવા અનેક પડકારજનક ઇશ્યૂ રહ્યા છે જેની પર નજર રાખવી રહી. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરથી સૌ માહિતગાર છે.

અમારું માનવું છે કે સ્થાનિક માઈક્રો આંકડા નબળા રહ્યા છે. વધુમાં ક્રૂડ 70 ડોલરની આસપાસ રહેશે તો તેની ગંભીર અસર રહેશે નહીં. આ સ્તરની આસપાસ
ભાવ સ્વીકાર્ય રહેશે. પરંતુ જો આની ઉપર લાંબો સમય રહેશે તેની નકારાત્મક અસર ચોક્કસ જોવાશે. એફઆઇઆઇનું રોકાણ પોઝિટિવ છે અને ભારતમાં પ્રવાહ જળવાશે.સરકારનું ધ્યેય આર્થિક ગ્રોથમાં સુધારો કરવાનું અને માઈક્રો-ઇકોનોમિક સ્થિતિમાં સુધારો કરવાની સાથે રોકાણ પ્રવાહ વધે તેવાં પગલાં ભરવા પર રહેશે જે સ્થિતિ હાલ વિષમ રહી છે.

મજબૂત રાહતનાં પગલાંની તાતી જરૂરિયાત છે પણ તેની શક્યતા ઓછી છે કેમ કે ઊંચી રાજકોષીય ખાધ અડચણરૂપ બનશે. આમ છતાં નાણાનીતિમાં વ્યાજદરમાં
ઘટાડો કરીને રાહતનાં પગલાં ભરી શકાય તેમ છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2YXvklI

No comments:

Post a Comment

Pages