મોદી માટે અનોખી ભેટ
રાજકોટઃ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઝળહળતા વિજય બાદ નરેન્દ્ર મોદી ગુરુવારે એટલે કે આજે સાંજે ફરી એકવાર વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે. મોદી બીજીવવાર પીએમ બનતા તેમના સમર્થકો ખૂબ જ ઉત્સાહિત છે. ખાસ કરીને મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં તેમના સમર્થકોનો ઉત્સાહ સમાતો નથી. અહીં એક જ્વેલર્સે પીએમ મોદી માટે સોના-ચાંદીમાંથી ખાસ 3 મોમેન્ટો બનાવ્યા છે. જેને પોતે ખુદ વડાપ્રધાનને મળીને ગિફ્ટ કરવાનો પ્લાન ધરાવે છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
બીજીવાર મોદી વડાપ્રધાન બન્યા તેની ખુશી
ગુજરાતના રાજકોટમાં રહેતા આ જ્વેલર નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન બનતા ખૂબ જ ખુશ છે. તેમનું કહેવું છે કે જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ ત્યારથી તેઓ આ મોમેન્ટો બનાવી રહ્યા છે. જ્વેલરે જણાવ્યું કે તેમને પહેલાથી જ ભરોસો હતો કે આ વખતે પણ ભાજપની જ સરકાર બનશે. હવે જ્યારે પરિણામ બધાની સામે છે અને અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની રહ્યા છે ત્યારે અમે PMO દ્વારા વડાપ્રધાનનો સમય માગવાનો પ્રયાસ કરીશું અને તેમને આ ભેટ પર્સનલી મળીને આપવા માગીએ છીએ.
વડાપ્રધાનનો સમય માગી જાતે આપશે ભેટ
મહત્વનું છે કે ગુરુવારે નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. આ શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે જ્યાં દેશ-વિદેશમાં કુલ 6000 મહેમાન સામેલ થશે. આજે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વડાપ્રધાન મોદી અને તેમના નવા મંત્રીમંડળના સભ્યોને પદ તેમજ ગુપ્તતાના શપથ લેવડાવશે. આજે સવારે જ પીએમ મોદીએ રાજઘાટ પર જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી આપી હતી.
from Page Array – I Am Gujarat http://bit.ly/2HLmzps
No comments:
Post a Comment