Latest

Monday, May 27, 2019

વિશ્વકપના 44 વર્ષનાં સૌથી યાદગાર પાંચ મેચ, આ મેચનું તો પ્રસારણ જ થયું ન હતું

ખૂબ ખાસ છે આ મેચ

ઈગ્લેન્ડની યજમાનીમાં તા. 30થી ક્રિકેટના મહાકુંભની શરુઆત થવાની છે. આ ટર્નામેન્ટ જીતવા માટે દરેક ટીમે પૂરતી કમર કસી છે. વિશ્વકપના 44 વર્ષના ઈતિહાસમાં ઘણી એવી મેચ રસાકસી ભરેલી રહી છે. પણ આ પાંચ મેચનો ઉલ્લેખ અચૂક કરવામાં આવે છે. કોઈને કોઈ કારણોસર આ મેચ ખૂબ ખાસ છે. ઓસ્ટ્રેલિયાએ 5 વખત ટ્રોફી જીતી છે જ્યારે ભારત-વેસ્ટ ઈન્ડિઝએ બે-બે વખત ખિતાબ પર કબજા જમાવ્યો છે. જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકા પણ એક એક વખત ચેમ્પિયન રહ્યો છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ગિલમૌરનું પ્રદર્શન

ટુર્નામેન્ટમાં યજમાન ઈગ્લેન્ડની હરિફ ટીમ ઓસ્ટ્રેલિયા સામે વિશ્વકપ સેમિફાઈનલની પહેલા ડેનિસ લીલી અને જેફ થોમસ પાસેથી મળતા પડકારથી વાકેફ હતા. પરંતું, એના બદલે ગૈરી ગિલમૌરની સ્વિંગ બોલિંગે પરાસ્ત કરી દીધા હતા. 23 વર્ષના આ બોલરે 14 રન આપીને છ વિકેટ ખેરવી લીધી હતી. જેથી સમગ્ર ટીમ 93 રનમાં સમેટાઈ ગઈ હતી. ગિલમૌરના આ પ્રદર્શન બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે 39 રન પર છ વિકેટ ખેરવી નાંખી હતી. આ પછી ક્રિસ ઓલ્ડે પોતાની હોમ પીચ પર ત્રણ વિકેટ ખેરવી લીધી હતી. ત્યાર બાદ ગિલમૌર બેટિંગ માટે આવ્યો હતો.

કપિલની સદી પણ પ્રસારણ ન થયું

ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર ખેલાડી ડંકન ફ્લેચરના પ્રદર્શનને કારણે ઓસ્ટ્રેલિયા હારી ગયું હતું. તેણે ભારતના 17 રન પર પાંચ વિકેટ ખેરવી નાંખી હતી. પણ ભારતીય ટીમ કેપ્ટન કપિલ દેવે 138 બોલમાં 175 રનની શાનદાર બેટિંગ કરી હતી. પરંતુ તેનું શાનદાર પર્ફોમન્સ ટીવીના દર્શકોને જોવા મળ્યું ન હતું. આ મેચ ટનબ્રિજ વેલ્સના નેવિલના મેદાન પર રમવામાં આવ્યો હતો. પણ બીબીસીના કર્મચારીઓની હડતાલને કારણે ટીવીના દર્શકો આ મેચ જોઈ શક્યા ન હતા. કપિલની સદીથી કુલ 266 રન બન્યા હતા. જે ઝિમ્બાબ્વે માટે ખૂબ કપરા હતા. કપિલની આ સદી તેના શાનદાર નેતૃત્વની ક્ષમતાનું બેસ્ટ ઉદાહરણ હતુ. આ મેચના એક અઠવાડિયા બાદ ભારત ચેમ્પિયન બન્યુ હતું.

પોલાર્ડે 36 રન આપીને 5 વિકેટ ખેરવી

1999માં યોજાયેલી વિશ્વકપ ટુર્નામેન્ટનો સૌથી રોમાંચક મેચ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયો હતો. જેમાં અસ્ટ્રેલિયાએ 213 રન બનાવ્યા હતા. જ્યારે સાઉથ આફ્રિકાના શોન પોલાર્ડે 36 રન આપીને 5 વિકેટ ખેરવી નાંખી હતી. જન્ટી રોડ્સ અને જેક કેલિસ સાઉથ આફ્રિકાને જીત તરફ લઈ જઈ રહ્યા હતા અને અંતિમ ઓવરમાં ટીમ 9 પર અટકી ગઈ હતી. પછી એક રન અને એક વિકેટ બચી હતી. લોન્સ ક્લુઝનરે બોલ મિડ ઓફ તરફ ફટકાર્યો અને એક રન પણ મેળવી લીધો. નોન સ્ટ્રાઈકર પર ઊભેલા ખેલાડી એનલ ડોનાલ્ડે એમનો અવાજ સાંભળ્યો ન હતો. માર્ક વોગે બોલ લઈને આ બોલ ડેમિયન ફ્લેમિંગ તરફ ફેંક્યો. ફ્લેમિંગે તરત જ તેને વિકેટકિપર એડમ ગિલક્રિસ્ટ તરફ ફેંકીને ખેલાડીને આઉટ કરી દીધો. આ મેચ ટાઈ રહી હતી પણ નેટ રનને કારણે ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પહોંચી ગયું.

ઈગ્લેન્ડની કારમી હાર

વર્ષ 2011ની વિશ્વકપ ટુર્નામેન્ટમાં ઈગ્લેન્ડ આયરલેન્ડની મેચમાં ઈગ્લેન્ડે સારું પર્ફોમ કર્યું હતું. 7 વિકેટના નુકસાનથી 327 રન બનાવ્યા હતા. અગાઉ ક્યારેય કોઈ ટીમે આટલો સ્કોર કર્યો ન હતો. પણ બેંગ્લુરુમાં કેવિન ઓબ્રાયને વિશ્વકપના ઈતિહાસમાં સૌથી ઝડપથી સદી બનાવીને રેકોર્ડ કર્યો હતો. આમ આયરલેન્ડ ત્રણ વિકેટથી શાનદાર રીતે જીતી ગયું હતું. 50 બોલમાં 13 ચોગ્ગા અને 6 છગ્ગા ફટાકર્યા હતા. આમ ઈગ્લેન્ડને કારમી હાર મળી હતી.

ઈલિયટે સાઉથ આફ્રિકાનું દિલ તોડ્યું

ડુ પ્લેસિસ અને એબી ડી વિલિયર્સે ઓકલેન્ડ સામેની સેમીફાઈનલમાં 5 વિકેટના નુકસાનથી 281 રન ફટકાર્યા હતા. પણ વરસાદને કારણે 43-43 ઓવરનો મેચ કરી દેવાયો હતો. ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ક્રિકેટર ગ્રાન્ટ ઈલિયટે પોતાના કેરિયરની બેસ્ટ ઈનિંગ્સ રમી હતી. સાઉથ આફ્રિકામાં જન્મેલા ઈલિયટ 2001માં ન્યૂઝીલેન્ડ સ્થાયી થયા હતા. ન્યૂઝીલેન્ડને જીત માટે કુલ 5 રનની જરુર હતી અને 2 બોલ બચ્યા હતા. ઈલિયટે ડેલ સ્ટેનના બોલમાં મિડ ઓન પર શાનદાર સિક્સ મારી હતી અને ટીમ જીતી ગઈ હતી. આ તેનો વિનિંગ શોટ રહ્યો હતો. આમ ન્યૂઝીલેન્ડની ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી.

 

 



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2I3dUxA

No comments:

Post a Comment

Pages