વર્લ્ડકપની પ્રેક્ટિસ મેચમાં ભારતની હાર
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપ પહેલા રમાયેલી વૉર્મ-અપ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 6 વિકેટે આસાન પરાજય આપ્યો. આ મેચમાં ઈન્ડિયાના બેટ્સમેનોનું ફોર્મ સાવ કંગાળ રહ્યું અને આખી ટીમ માત્ર 179 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડે 4 વિકેટ ગુમાવી માત્ર 37.1 વિકેટ ગુમાવી ટાર્ગેટ પાર કરી લીધો હતો.
179 રનમાં સમેટાઈ ગઈ ટીમ ઈન્ડિયા
અગાઉ ભારતે ટૉસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. ભારતની શરૂઆત સાવ કંગાળ રહી હતી અને 91 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા (2), શિખર ધવન (2), વિરાટ કોહલી (18), લોકેશ રાહુલ (6), એમ એસ ધોની (17) જેવા દિગ્ગજ બેટ્સમેનો સાવ નિષ્ફળ રહ્યાં હતા. આખરે હાર્દિક પંડ્યા (30), રવીન્દ્ર જાડેજા (54)ની ઉપયોગ ઈનિંગ્સની મદદથી ભારતનો સ્કોર 150 રનની પાર પહોંચી શક્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે 4 અને જેમ્સ એન્ડરસને 3 વિકેટ ઝડપી હતી.
ન્યૂઝીલેન્ડે સરળતાથી મેળવી જીત
180 રનના જવાબમાં કેપ્ટન કેન વિલિયમ્સનના 67 અને રોઝ ટેલરના 71 રનની મદદથી ન્યૂઝીલેન્ડે 77 બોલ બાકી રહેતા જ વિજય મેળવ્યો હતો. ભારતના બોલરોમાં જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને રવીન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2WbPFXX
No comments:
Post a Comment