Latest

Wednesday, May 22, 2019

ગજબ! હવે પબ અને બારમાં કોકટેલ માટે પણ હેલ્ધી હળદરનો ઉપયોગ

હળદરના ફાયદાને દારુ સાથે મિક્સ કરવાનો ટ્રેન્ડ

ભારતીય મસાલા ફક્ત સ્વાદ માટે નથી પરંતુ આરોગ્યની દ્રષ્ટીએ પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. આ મસાલામાં હળદરનો પણ સમાવેશ થાય છે. જેને એક સુપરફૂડ ગણવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ હવે આ કારણે જ હળદરનો ઉપયોગ દુનિયાના કેટલાક પ્રસિદ્ધ બાર અને પબમાં કોકટેલ બનાવવા માટે થાય છે. દુનિયાના સૌથી મોંઘા અને લેવિશ બાર અને પબના કોકટેલ મેન્યુમાં તમને હળદરનું નામ જોવા મળશે. એટલે તેમ પણ આવા કોઈ બાર કે પબમાં પહોંચી જાવ અને કોકટેલ ઓર્ડર કરો ત્યારે જો તે ગોલ્ડન કલરનું હોય તો સમજી જજો કે તેમાં હળદરનો ઉપયોગ થયો છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

હળદર કોકટેલનો નવો ટ્રેન્ડ

આ ટ્રેન્ડ એટલો ચાલ્યો છે કે આજકાલ અનેક બાર અને પબમાં ઓછામાં ઓછું એક કોકટેલ તો એવું હોય જ છે જેમાં હળદરનો ઉપયોગ થયો હોય. હળદરના એન્ટિ ઇન્ફ્લેમેટ્રી ગુણોને કારણે તેને સુપર ફૂડ ગણવામાં આવે છે. ત્યારે બાર અને પબ આ રીતે દર્શાવવા માગે છે કે કોકટેલ પણ હેલ્ધી હોઈ શકે છે.

કોકટેલમાં હળદર એડ કરવાથી આવે છે મજેદાર ટેસ્ટ

તો બીજી તરફ ચળકતા પીળા કલરની હળદરનું કોકટેલ કાચના ગ્લાસનો રંગ જ બદલી નાખે છે જ પરફેક્ટ પિક્ચર કલર બની જાય છે જેથી લોકો પીવાની સાથે સાથે પોતાના સોશિયલ મીડિયા પર પણ મજેદાર તસવીરો મુકવા માટે આ કોકટેલનો ઓર્ડર કરતા થયા છે. વિદેશોમાં પણ કોકટેલ ડ્રિંક્સ માટે ભરપૂર થઈ રહ્યો છે હળદરનો ઉપયોગ. એવા ઘણા બાર અને લોકો છે જે પોતાના કોકટેલમાં ફક્ત ફ્લેવર માટે હળદરનો ઉપયોગ કરે છે.

વિદેશોમાં પણ ભરપૂર થઈ રહ્યો છે હળદરનો ઉપયોગ

અમેરિકાના મેનહટનમાં આવેલ આવા જ એક બારની ડિરેક્ટર જિલિયન વોસ કહે છે કે ‘એક ચપટી હળદર કોઇપણ ડ્રિંક્સમાં એક નવા ફ્લેવરનું લેયર એડ કરે છે. હું મારા ડ્રિંક વોચ ટાવરમાં હળદરનો ઉપયોગ કરું છું. જેમાં તેની સાથે આઈરિશ વિસ્કી, બ્રાંડી અને દહીં ઉપરાંત હળદરનો ઉપયોગ કરું છું. જેને પીધા પછી લોકો પુછવા જરુર આવે છે કે આ ડ્રિંક્સમાં અન્ડરલાઇંગ ફ્લેવર તરીકે શું ઉપયોગમાં લેવામાં આવ્યું છે કેમ કે તેનો ટેસ્ટ મજેદાર લાગે છે.’

હળદરનો ખાસ ફ્લેવર લોકોને કરે છે આકર્ષિત

અન્ય એક બારના માલિક નિકો ડે સાટો પણ પોતાના બારમાં જુદા જુદા ડ્રિંક્સ સાથે હળદરનો પ્રયોગ કરવાનું પસંદ કરે છે. તે કહે છે કે હળદર એક એવો મસાલો છે જેને હું મારા બાર મેન્યુમાં એટલા માટે સામેલ કરવા માગુ છું કેમ કે તેનો ફ્લેવર ખૂબ જ ટેસ્ટી હોય છે. પહેલા હળદરની એન્ટ્રી જ્યુસ બારમાં થઈ પછી કોફી બારમાં થઈ અને હવે કોકટેલ મેન્યુમાં પણ હળદર છવાઈ ગઈ છે.



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2wfcBG0

No comments:

Post a Comment

Pages