ટીમનો સૌથી સીનિયર ખેલાડી ધોની
ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે જ્યારે વર્લ્ડ કપ માટે રવાના થશે તો ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની સૌથી સીનિયર વ્યક્તિ હશે. જોકે, ધોની કોઈપણ શંકા વગર ટીમનો સૌથી ફીટ વ્યક્તિ પણ છે. 2017માં ધોનીએ હાર્દિક પંડ્યાને 100 મીટરની રેસમાં હરાવ્યો હતો. જેનો વિડીયો પણ યુ ટ્યૂબમાં છે. ધોની 37 વર્ષનો છે પરંતુ એકદમ ફીટ છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આ લોકોની લે છે સલાહ
કોહલી પણ ઈન્ટરનેશનલ સ્તર પર પોતાની ફિટનેસ માટે ફેમસ છે. કોહલી ઉપરાંત પણ દરેક ખેલાડીઓની ફિટનેસ કમાલની છે. યો-યો ટેસ્ટ ટીમમાં પસંદગીનું એક નવું સ્તર છે. ધોનીની ફિટનેસ પાછળ બે વ્યક્તિઓનું મહત્વનું યોગદાન છે. આ બે લોકોમાં ભારતના પૂર્વ ટ્રેનર રામજી શ્રીનિવાસન અને ગ્રેગોરી એલન કિંગનો સમાવેશ થાય છે. એક સૂત્રએ જણાવ્યું કે ધોની ફિટ છે પરંતુ તે ફિટનેસ ચાર્ટ અને વર્કઆઉટ રુટિનની વાત આવે તો તે આ બન્નેની સલાહ લે છે.
ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન
સૂત્રના જણાવ્યાનુસાર,’ધોની સ્વાભાવિક રીતે ફિટ છે. જે ઉર્જા તેણે છેલ્લા વર્ષમાં બતાવી છે અને ફિટનેસનું જે સ્તર છે. એ પણ ત્યારે જ્યારે બાકીના ભારતીય ખેલાડીઓ આ સ્તર તરફ ધ્યાન પણ આપતાં નહોતાં. એ જ જણાવે છે કે ફિટ રહેવા માટે અને પ્રોફેશનલ ખેલાડીની જરુરિયાતો અંગે તે કેટલું ધ્યાન રાખે છે.’
ફિટ રહેવા આ કામ કરે છે ધોની
સૂત્રના જણાવ્યાનુસાર,’આ ઉપરાંત જ્યારે પણ તેને કોઈ માર્ગદર્શનની જરુર પડે છે ત્યારે તે રામજી અને ગ્રેગરી પાસે આવે છે. આ બન્ને ધોની માટે એ ચાર્ટ બનાવે છે. જેમાં તે સર્વ શ્રેષ્ઠ હોય છે. તે વસ્તુઓને સરળ રાખવાનું વધારે પસંદ રાખે છે. બાકીના ખેલાડીઓની જેમ તે પાવર લિફ્ટિંગ નથી કરતો. તે મજબૂત કસરત કરે છે. અને બોક્સિંગ પણ કરે છે. સામાન્ય રીતે તે એવું કામ કરે છે. જે તેને ક્રિકેટમાં કામ લાગે.’ જ્યારે આ બાબતે રામજી અંગે વાત કરવાનું થયું ત્યારે તેમણે પ્રતિક્રિયા આપવાની ના પાડી હતી.
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2QovkZj
No comments:
Post a Comment