જુદા જ રેલવે સ્ટેશન
દેશમાં કેટલાક એવા પણ રેલવે સ્ટેશન છે જે અંગ્રેજોના સમયની સાક્ષી પૂરે છે. તો કેટલાક રેલવે સ્ટેશન પણ છે એક રાજવી વારસો ધરાવે છે. આવા દરેક સ્ટેશનની એક અનોખી અને આગવી સ્ટોરી રહી છે. દરેક રેલવે સ્ટેશન પાસે આજે પોતાની એક ખૂબીઓ છે, વિશષતાઓ છે. ક્યાંક રેલવે સ્ટેશનની ઈમારત જોવા જેવી છે તો ક્યાંક તેનું લોકેશન બેસ્ટ છે. જોઈએ આવા કેટલાક જુદા જ રેલવે સ્ટેશન.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
બરોગ સ્ટેશન
કલકા-શિમલા રેલવે લાઈન પર બરોગ સ્ટેશન આવેલું છે. જે પણ તેની આર્કિટેક્ચર શૈલીના કારણે વખણાય છે. આ ઉપરાંત અહીંનું લોકેશન પણ બેસ્ટ છે. આ રેલવે સ્ટેશન પહાડની વચ્ચે આવેલું છે. અહીં ઊતરતા જ લોકો પહાડ જોઈને ખુશ થઈ જાય છે. 1898માં અંગ્રેજ કોલોનિયલ બરોગે કલકા શિમલા ટનલનો પ્રોજેક્ટ સાઈન કર્યો હતો. જ્યાં સુધી અંગ્રેજ સરકાર હતી ત્યાં સુધી બધુ યોગ્ય હતુ. પછીથી આ સ્ટેશનના નિર્માણમાં ખામી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ ઘટનાથી બરોગને એટલો આઘાત લાગ્યો કે, બરોગની માનસિક સ્થિતિ બગડી ગઈ હતી. પછીથી તેણે આત્મહત્યા કરી લીધી. આજે પણ સૌથી ભયાનક ટનલ -33માં આ ટનલનો ઉલ્લેખ થાય છે.
બેગુનકોડોર સ્ટેશન
પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં આવેલું બેગુનકોડોર રેલવે સ્ટેશન પણ પોતાની એક કહાણી ધરાવે છે. એક સમયે અહીં એક રેલવે કર્મચારીનું મૃત્યું થયું હતું ત્યાર બાદ દરરોજ અહીં મહિલા આંટો મારે છે એવી માન્યતા હતી. પણ વર્ષ 2017થી આ રેલવે સ્ટેશન રેલવે તંત્રના સંચાલનમાં આવતા એવા કોઈ પુરાવાઓ સામે આવ્યા નથી. આ સિવાય લોકોને પણ અહીંથી પસાર થતી ટ્રેનમાં કોઈ મુશ્કેલીઓ પડી નથી.
છત્રપતિ શિવાજી ટર્મીનલ
મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મીનલનું નામ વિક્ટોરિયા ટર્મીનલ છે. આજે પણ ઘણા લોકો તેને વીટીથી ઓળખે છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજે રેલવેના આ જંક્શનને હેરિટેજ સાઈટ જાહેર કરી છે. આ ટર્મીનલની બેસ્ટ બાંધણી અને કલાકૃતિ આજે પણ અનેક પ્રવાસીઓનું ધ્યાન ખેંચે છે. વિક્ટોરિયન ગોથિક અને ભારતીય આર્કિટેક્ચરની એક ઝલક અહીં જોવા મળે છે. આ સ્ટેશન બનતા 10 વર્ષ લાગ્યા હતા. એ સમયે સૌથી વધારે ખર્ચ આ ઈમારત તૈયાર કરવામાં થયો હતો અને સૌથી મોંઘી ઈમારત સાબિત થઈ હતી. 1966માં આ રેલવે સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ શિવાજી ટર્મીનલ કરી દેવામાં આવ્યું હતું.
રશિદપુરા ખોરી
ઉત્તર-પશ્ચિમ રેલવે ઝોનમાં આવેલા રશિદપુરા ખોરી રેલવેસ્ટેશન નેરોગેજ ધરાવે છે. સિકર અને લક્ષ્મીનગર વચ્ચે આવેલી આ રેલવે લાઈને એક સમયે 2005માં પૂરતી રેવન્યુ ન ઊભી થતા બંધ કરી દેવાનો વિચાર કરવામાં આવ્યો હતો. પરંતુ, 2009માં સ્થાનિકોએ આ રેલવે સ્ટેશનનું સંચાલન સંભાળતા ફરીથી તે કાર્યરત થયું હતું. લોકોએ આ સ્ટેશન ચાલુ રાખવા માટે સ્વેચ્છાએ મહેનત કરી હતી. આજે પણ આ સ્ટેશનનું સંચાલન રશિદપુરા ખોરી ગામના લોકો સંભાળી રહ્યા છે.
દુધસાગર સ્ટેશન
દુધસાગરનું નામ એટલે એ જ જળધોધ યાદ આવે. પણ આ જળધોધ નજીક એક સ્ટેશન આવેલું છે જેનું નામ દુધસાગર સ્ટેશન છે. સાઉથ ગોવાનું આ સૌથી નાનું રેલવે સ્ટેશન છે. કારણ કે અહીં માત્ર એક જ પ્લેટફોર્મ છે. આ ઉપરાંત પાયાની સુવિધાઓનો પણ અભાવ છે. દુધસાગર જળધોધ જોવા આવતા પ્રવાસીઓ આ સ્ટેશનની મુલાકાત લે છે.
ચારબાગ સ્ટેશન
ઉત્તર પ્રદેશમાં આવેલું ચારબાગ સ્ટેશન એક હેરિટેજ સ્ટેશન છે. જ્યાં મિનિરાઓ, ઝરુખાઓ અને પ્રાચિન સમયની કોતરણીઓ છે. વર્ષ 1914માં જે એચ હોર્નિમે મુગલ અને રાજસ્થાન શૈલીને સાથે રાખીને આ સ્ટેશનનું નિર્માણ કરાવ્યું હતું. અહીં અંદરની તરફ મોટા મોટા ગુંબજ-ડોમ છે અને મિનારાઓ પર ઝરુખાઓ છે. આ રેલવે સ્ટેશનનો પ્રવેશદ્વાર અદ્ભૂત છે. જાણે કોઈ મહેલમાં દાખલ થયા હોય એવો ભાવ આવે છે. દૂરથી તે કોઈ પેલેસ હોય એવો તેનો નજારો જોવા મળે છે. સૌથી ખાસ વાત એ છે કે, આ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે, તેની નજીક પહોંચીએ તો પણ ટ્રેન આવવાનો કે ઉપડતી વખતે હોર્નનો અવાજ પણ સંભળાતો નથી. એક રીપોર્ટ અનુસાર વ્રષ 1916માં જવાહરલાલ નહેરું અને ગાંધીજી વચ્ચે પ્રથમ મિટિંગ આ રેલવે સ્ટેશન પર યોજાઈ હતી.
કાચીગુડા સ્ટેશન
તેલંગણામાં આવેલં કાચીગુડા રેલવે સ્ટેશન નિઝામ ઓસમાણ અલીખાનના શાસનકાળમાં તૈયાર થયું હતું. જેનો હેતું તેલંગણાને મુંબઈથી જોડવાનો હતો. બાહરથી ભવ્ય મહેલ જેવું દેખાતું આ સ્ટેશન એક વખત જોવા જેવું છે. અંદર 100 વર્ષ જૂની લાકડાની સીડી એક અમુલ્ય વારસા સમાન છે. અહીં મહિલાઓના પ્રવેશ માટે અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એટલે કે પુરુષની એન્ટ્રી અલગ અને મહિલાઓની એન્ટ્રી અલગ છે. જેથી મહિલાઓની પ્રાયવસીને કોઈ ઠેસ ન પહોંચે. આ ઉપરાંત સ્ટેશનમાં અંદર એક મ્યુઝિયમ પણ આવેલું છે જે રાજ્યના ઈતિહાસની વાત કહે છે. નિઝામના જીવનની ઝાંખી કરાવે છે.
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2EAlGhk
No comments:
Post a Comment