Latest

Tuesday, May 28, 2019

રાજીનામાં પર અડગ રાહુલને પ્રિયંકાએ મનાવ્યા? આજે સાંજે ઈમરજન્સી મિટિંગ

સુબોધ ધિલ્ડિયાલ, નવી દિલ્હી: રાહુલના કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામાંને લઈને જાતભાતની અટકળો લગાવાઈ રહી છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ તેમની સાથે મુલાકાત કરી છે. પ્રિયંકા સાથે પક્ષના પ્રવક્તા રણદીપ સુરજેવાલા પણ છે.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ કેટલીક શરતો સાથે રાજીનામું પાછું લેવા તૈયાર થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો રાહુલે આજે સાંજે પોતાના નિવાસસ્થાને પક્ષના વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી છે. સોમવારે કેટલાક નેતાઓએ રાહુલને મળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ મિટિંગ નહોતી થઈ શકી.

એવા પણ સમાચાર છે કે, રાહુલ બે દિવસ માટે વાયનાડના પ્રવાસે જઈ શકે છે. અમેઠીમાં રાહુલની હાર બાદ તેમના વાયનાડ પ્રવાસને ખાસ્સો મહત્વપૂર્ણ મનાઈ રહ્યો છે.

સૂત્રોનું માનીએ તો, કોંગ્રેસની કાર્યકારી સમિતિએ રાહુલના રાજીનામાંનો અસ્વીકાર કરતા તેમને પક્ષમાં પરિવર્તનો કરવાની છૂટ આપી છે. આ મામલે પક્ષના બંધારણમાં પણ ફેરફાર કરી શકાય છે. આ ઉપરાંત, વિવિધ રાજ્યોના એકમો પણ રાહુલ રાજીનામું ન આપે તે માટે દબાણ કરી રહ્યા છે.

રાજસ્થાનના સીએમ અશોક ગહલોત ગઈકાલે દિલ્હીમાં હતા, પરંતુ રાહુલ સાથે મુલાકાત કર્યા વિના જ તેઓ પરત ફર્યા હતા. તેનાથી એવી અટકળો લગાવાઈ રહી છે કે રાહુલ રાજસ્થાનના નેતાઓથી જરાય ખુશ નથી. મહત્વનું છે કે, રાહુલ અશોક ગહલોત, કમલનાથ અને પી ચિદમ્બરમ પર પોતાના દીકરાઓને આગળ વધારવાની વાત પર નારાજ છે. તેમણે સિનિયરોને ચૂંટણી અભિયાન આક્રમક ઢંગે લાગુ ન કરવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2wo2iQ7

No comments:

Post a Comment

Pages