મુંબઈ:રેટિંગ એજન્સી ઇકરાએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે ભારતીય કંપનીઓની જાન્યુઆરી-માર્ચના ક્વાર્ટરની આવકમાં 10.7 ટકાની જ વૃદ્ધિ થઈ છે, જે છેલ્લાં છ ક્વાર્ટરમાં સૌથી ઓછી છે. લોકોની ખરીદીમાં ઘટાડા અને કોમોડિટીના ભાવ નરમ પડવાને કારણે આવકમાં ઘટાડો થયો હતો. ઇકરાના રિપોર્ટ અનુસાર કોર્પોરેટ જગતનું ઓપરેટિંગ માર્જિન પણ 0.78 ટકા ઘટીને 16.8 ટકા રહ્યું હતું. જોકે આમ છતાં કોમોડિટીના ભાવ નીચા જવાથી અને બીજી તરફ કંપનીઓએ પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કરવાથી માર્જિન અપેક્ષા કરતાં 0.93 ટકા વધારે રહ્યું હતું. કુલ 304 લિસ્ટેડ કંપનીઓનાં પરિણામનું વિશ્લેષણ કરીને આ રિપોર્ટ તૈયાર કરાયો હતો.
કન્ઝ્યુમર સેક્ટરની કંપનીઓની આવકમાં માર્ચના ક્વાર્ટરમાં વૃદ્ધિ 2.3 ટકા ઘટી હતી જે ડિસેમ્બરના ક્વાર્ટરમાં 9.8 ટકા હતી. કોમોડિટી સંબંધિત સેક્ટરમાં વૃદ્ધિ 12.4 ટકા રહી હતી, જે અગાઉના ક્વાર્ટરમાં 31 ટકા હતી. પેસેન્જર વ્હીકલ અને ટુ વ્હીલર્સના વેચાણમાં પણ ઘટાડો થયો છે જેના પરથી કન્ઝ્યુમર સંબંધિત સેક્ટરોમાં ઘટાડાનો ટ્રેન્ડ સ્પષ્ટ થઈ જાય છે. આ ઉપરાંત ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ, રિટેલ ચેઇન અને એફએમસીજી કંપનીઓના સેઇમ સ્ટોર સેલ્સમાં ડિસેમ્બરના ક્વાર્ટરની સરખામણીમાં ઘટાડો થયો છે તેના પરથી પણ માલૂમ પડે છે કે માંગ ઘટી રહી છે.
રિપોર્ટ અનુસાર શહેરી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાં બન્નેમાં માંગ પર અસર થઈ છે અને કંપનીઓની આવકમાં ઘટાડો થયો છે. ઓટો અને એફએમસીજી સેક્ટરની કંપનીઓને શહેરી-ગ્રામીણ બન્ને તરફે સહન કરવું પડ્યું હતું. ઓટો ઓઇએમ અને એફએમસીજી કંપનીઓ માટે ગ્રામીણ વૃદ્ધિ વિશે તેમની ટિપ્પણી પણ જણાવે છે કે રવી પાક નબળો રહ્યો હોવાના કારણે વૃદ્ધિમાં ઘટાડો થયો છે તેમ નોટમાં જણાવાયું હતું.
નીચો ડેટ લેવલ ધરાવતાં સેક્ટર્સ જેમ કે આઇટી, એફએમસીજી અને ફાર્માસ્યુટિકલ્સ માટે એડ્જસ્ટ કરાયેલા ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયોમાં ઘટાડો થયો હતો અને તે એક વર્ષ અગાઉના 4.7 ગણાથી ઘટીને 3.8 ગણો થયો હતો. તે દર્શાવે છે કે ઓપરેટિંગ પ્રોફિટમાં નીચી વૃદ્ધિ થઈ હતી. અહીં એ બાબતની નોંધ કરવી જરૂરી છે કે કેટલીક કંપનીઓએ હજુ ચોથા ક્વાર્ટરના આંકડા જાહેર કર્યા નથી. જીડીપી ગ્રોથ અંગેના સત્તાવાર આંકડા મેના અંતમાં જાહેર થવાના છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2QrE6FL
No comments:
Post a Comment