નવી દિલ્હી:17મી લોકસભાનું પ્રથમ સત્ર 6થી 15 જૂનના ગાળામાં યોજાવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ સત્રની તારીખ 31 મેના રોજ નવી કેબિનેટની પહેલી બેઠકમાં નિર્ધારિત થવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી 30 મેના રોજ વડાપ્રધાનપદની શપથ લેવાના છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહેલા દિવસે સંસદના બંને ગૃહનું સંયુક્ત સંબોધન કરશે. એ જ દિવસે લોકસભાના પ્રો-ટેમ સ્પીકરની નિમણૂક થવાની શક્યતા છે. સૂત્રોના જણવ્યા અનુસાર પ્રો-ટેમ સ્પીકર 10 જૂનના રોજ તમામ નવા ચૂંટાયેલા સંસદ સભ્યોને શપથ લેવડાવશે. સ્પીકરની નિમણૂક પછી બંને ગૃહ આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરશે. જેનો વડાપ્રધાન મોદી જવાબ આપશે.
30 મેના રોજ સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ કોવિંદ વડાપ્રધાન મોદી તેમજ મંત્રીમંડળના અન્ય સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. મોદી ભાજપના પહેલા નેતા છે જે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા પછી ફરી ચૂંટાયા છે. અગાઉ કોંગ્રેસના માત્ર ત્રણ નેતા જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને મનમોહન સિંઘે આ સિદ્ધિ મેળવી હતી.
from Page Array – I Am Gujarat http://bit.ly/2wlh2PK
No comments:
Post a Comment