Latest

Tuesday, May 28, 2019

આ રીતે અજય દેવગણને એક્શન શીખવતા હતા પિતા, નિધન બાદ જૂનો વીડિયો વાયરલ

વીરુ દેવગણનો જૂનો વીડિયો વાયરલ

અજય દેવગણના પિતા વીરુ દેવગણનું 27 મેના રોજ નિધન થયું. તેમના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વીરુ દેવગણ દીકરા અજયને ફિલ્મના સેટ પર એક્શન સીન શીખવતા જોવા મળે છે. આ વીડિયો ખાસ્સો જૂનો હશે કારણકે આમાં અજય એકદમ યંગ દેખાય છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

દીકરાને એક્ટર બનાવવાનું નક્કી કર્યું

આ વીડિયોમાં વીરુ દેવગણે પોતાના દિલની વાત પણ કરી. તેમણે કહ્યું કે, “જ્યારે અજય જન્મ્યો ત્યારે તેને જોઈને લાગ્યું હતું કે આ એક્ટર બનશે. હું ઈન્ડસ્ટ્રીમાં હીરો બનવા આવ્યો હતો પણ પાછળથી અહેસાસ થયો કે હું સક્ષમ નથી. ત્યારે વિચાર્યું કે દીકરાને હીરો બનાવીશ.”

‘પિતા મારા માટે રિયલ સિંઘમ’

વીરુ દેવગણે હિંદી સિનેમામાં નામ કમાવવા માટે શરૂઆતના દિવસોમાં ખૂબ સ્ટ્રગલ કરી હતી. કેટલીય રાત ભૂખ્યા રહીને વિતાવી, ઘણીવાર ટેક્સી સાફ કરી. પિતાની સ્ટ્રગલ વિશે એક વખત અજય દેવગણે કહ્યું હતું કે, “મારા પિતા મારા માટે રિયલ સિંઘમ છે. કારણકે તેઓ જ્યારે મુંબઈ આવ્યા ત્યારે તેમના ખિસ્સામાં માત્ર 4 રૂપિયા હતા. તેઓના મનમાં કંઈક બનવાનું સપનું હતું. તેમણે મહેનત કરી, ગાડીઓ ધોઈ અને ટેક્સીમાં સૂઈ ગયા. ક્યારેક તો 8-8 દિવસ સુધી ભૂખ્યા રહ્યા અને તનતોડ મહેનત કરી.”

પિતા સાથેની યાદો અજયે વાગોળી

અજયે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “જ્યાં સુધી મિસ્ટર રવિ ખન્નાએ પિતાને પૂછ્યું નહીં કે તેઓ ફાઈટ ડાયરેક્ટર બનવા માગશે ત્યાં સુધી તેઓ સ્ટ્રીટ ફાઈટર હતા. ત્યાંથી લઈને ભારતના સૌથી મોટા સ્ટંટ ડાયરેક્ટર બનવા સુધીની તેમની સફર શાનદાર રહી. તેમણે એટલું સન્માન મેળવ્યું કે કેટલાંક મોટા ગજાના કલાકારો પણ તેમના પગે પડીને આશીર્વાદ લેતા હતા. મોટા કલાકારો તેમની સાથે કામ કરવા માગતા હતા. મારો જન્મ થયો ત્યાં સુધીમાં તેમણે પૂરતા રૂપિયા કમાઈ લીધા હતા. એક બાળક અને સ્ટંટ ડાયરેક્ટરનો દીકરો હોવાથી મારી લાઈફસ્ટાઈલ આજે જેવી છે તેવી પહેલા પણ હતી. મારી પાસે એ મર્સિડીઝ પણ છે.”

સોમવારે મુંબઈમાં થયું નિધન

એક ઘટના યાદ કરતાં અજયે કહ્યું, “એક વખતે પિતાના માથામાં 50 ટાંકા આવ્યા હતા અને તેમના શરીરનું લગભગ દરેક હાડકું તૂટી ગયું હતું. તો પછી મારા જીવનમાં તેમના સિવાય બીજું કોઈ સિંઘમ હોઈ જ ના શકે ને.” જણાવી દઈએ કે, સોમવારે સવારે મુંબઈમાં વીરુ દેવગણનું નિધન થયું. તેમના અંતિમ સંસ્કારમાં શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન. અભિષેક બચ્ચન, અનિલ કપૂર, અર્જુન કપૂર સહિતના બોલિવુડ એક્ટર્સ સામેલ થયા.



from Page Array – I Am Gujarat http://bit.ly/2wq2TRo

No comments:

Post a Comment

Pages