Latest

Tuesday, May 21, 2019

જુઓ, ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી શું કરશે ધોની

નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના બાળપણને યાદ કરતા કહ્યું કે તે ચિત્રકાર બનવા માંગતો હતો અને ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી તે પોતાના આ શોખને પૂરો કરશે. આઈસીસી વર્લ્ડકપ પછી સંન્યાસ લેવાની સંભાવનાઓની ચર્ચા વચ્ચે ધોનીએ પોતાની કેટલીકપેન્ટિંગ રજૂ કરી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

એક વિડીયોમાં કહ્યું છે કે, ‘હું તમને બધાને એક અંગત વાત કહેવા માંગુ છું. બાળપણથી જ હું ચિત્રકાર બનવા માંગતો હતો. મેં ક્રિકેટ ઘણી રમી છે એટલા માટે હવે મેં નિર્ણય કર્યો છે કે હવે સમય તે કરવાનો આવી ગયો છે જે હું કરવા ઈચ્છું છું એટલા માટે મેં કેટલીક પેઈન્ટિંગ્સ બનાવી છે.’

ભારતની ટી20 અને વનડે વર્લ્ડકપ વિજેતા ટીમના કેપ્ટન રહી ચૂકેલા 37 વર્ષીય ધોની આ ક્રિકેટ વર્લ્ડકપમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ તેનો અંતિમ વર્લ્ડકપ હોઈ શકે છે. ધોનીની પહેલી પેઈન્ટિંગ પ્રાકૃતિક દ્રશ્યની છે. બીજી પેઈન્ટિંગ અંગે તેણે કહ્યું કે આ એવું છે જે ભવિષ્યમાં પરિવહનનું સાધન બની શકે છે. ત્રીજી પેઈન્ટિંગ તેની ફેવરિટ હોવાનું જણાવ્યું છે.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2VSjXP9

No comments:

Post a Comment

Pages