Latest

Tuesday, May 21, 2019

ચૂંટણી પરિણામો પર જ્યોતિષીઓની ભવિષ્યવાણી એક્ઝિટ પોલથી અલગ

એક્ઝિટ પોલ જેમના તેમ રહી જશે પરિણામ આવશે આવું કઈંક

દેશની કમાન નવી સરકારના હાથમાં આપવાનું કામ લગભગ પૂર્ણતાના આરે છે. ત્યારે ચૂંટણી પરિણામોને લઈને અલગ અલગ અટકળો અને કયાસ કાઢવામાં આવી રહ્યા છે. તો ટીવી ચેનલો અને ન્યુઝ એજન્સીમાં એક્ઝિટ પોલ છવાઈ રહ્યા છે. પરંતુ આ બધાથી અલગ જ્યોતિષીઓનો મત છે. જ્યાં એક તરફ તમામ એક્ઝિટ પોલ ખૂબ મોટી સરસાઈથી મોદી સરકાર ફરી એકવાર સત્તામાં આવશે તેવું કહી રહ્યા છે ત્યાં પીએમ મોદીના જ લોકસભા વિસ્તાર કાશીના કેટલાક પંડિત તદ્દન અલગ ભવિષ્યવાણી કરી રહ્યા છે. કાશીના પંડિતોએ ભાજપ અને પીએમ મોદીની કુંડળીના આધારે કહ્યું કે પરિણામ કઈંક અલગ અને ચોંકવનારા આવશે. આ વખતે સરકારનું સમીકરણ બદલશે અને સરકાર બનાવવાનો રસ્તો સહેલો નહીં હોય. અહીં જાણો કાશીના જ્યોતિષી વિકાસ પાઠકનો રિપોર્ટ…..

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સરકાર ગઠબંધનના સહારે બનશે, પણ કાર્યકાળ પૂર્ણ કરશે

23મે એટલે કે ગુરુવારના દિવસે જ્યારે મતગણના થશે ત્યારે ઉત્તરાષાઢા નક્ષત્ર અને બુધાદિત્ય યોગનો પ્રભાવ સમગ્ર દિવસ દરમિયાન રહેશે. સૂર્ય, ચંદ્ર અને કેતુ ધન રાશિમાં તો ગુરુ પીએમ મોદીની વૃશ્ચિક રાશિમાં રહેશે. આ દરમિયાન દિવસના સમયે ધનથી મકર રાશિમાં પરિવર્તન થતો ચંદ્ર ચૂંટણી પરિણામો પર અસર પાડશે. આ ગ્રહોના પરિવર્તનથી તમામ પૂર્વાનુમાનો જેમના તેમ રહી જશે. પરિણામ અસ્થિર સરકારનો સંકેત આપે છે. પરંતુ જોડતોડથી બનેલી સરકાર તેનો કાર્યકાળ પૂર્ણ કરશે.- જ્યોતિષી વિમલ જૈન

શનિ-રાહુની ચાલ મહત્વની, અનેક નેતા થશે નિરાશ

ગુરુ, શનિ અને કેતુ ગ્રહની સીધી અસર ચુંટણી પરિણામ પર જોવા મળશે. પરિણામ બધાને ચકિત જરુર કરશે પરંતુ લોકતંત્ર માટે ખૂબ સારા રહેશે. સત્તા મેળવવામાં શનિ-રાહુ ગ્રહની ભૂમિકા મુખ્ય હોઈ અનેક નેતાઓ જે ખુરશીની રાહ જોતા હશે તેમને નિરાશા હાથ લાગશે. પરંતુ દેશને મજબૂત સરકાર મળશે. જોકે પીએમ મોદીની રાશિમાં ઉચ્ચ ગ્રહોના પ્રભાવથી ક્ષેત્રિય દળના સહયોગથી તેઓ ફરીથી એકવાર દેશની કમાન સંભાળશે.

– પ્રો. વિનય કુમાર પાંડેય, જ્યોતિષ વિભાગાધ્યક્ષ, BHU

સત્તાધારી પક્ષને લાગી શકે છે હળવો ઝટકો

ચૂંટણી પ્રક્રિયાના અલગ અલગ તબક્કામાં ગ્રહોની સ્થિતિ જુદી જુદી ભલે હતી પરંતુ પરિણામના દિવસે અનેક પ્રભાવશાળી ગ્રહો એક જ જગ્યાએ હોવાથી ધાર્યા કરતા અલગ જ પરિણામ સામે આવશે. જ્યારે વર્તમાન સત્તાધારી પક્ષને પણ એક હળવો ઝટકો લાગી શકે છે. પરંતુ તેની અસર સરકાર બનાવવા પર પડશે નહીં. રાજકીય પદ અને પ્રતિષ્ઠા માટે સૌથી મહત્વપૂર્ણ મંગળ અને ત્યારબાદ ચંદ્ર, ગુરુની સ્થિતિ પીએમ મોદીની કુંડળીમાં ખૂબ જ મજબૂત હોવાના કારણે તેમના જ નેતૃત્વમાં એકવાર ફરી સરકાર બનશે. નવી સરકાર પહેલા કરતા વધારે સારી રીતે દેશના કલ્યાણ માટે કામ કરશે અને દુનિયામાં ભારતનું માન અને વર્ચસ્વ વધશે.

– પ્રો. ચંદ્રમૌલી ઉપાધ્યાય, કાશી વિશ્વનાથ મંદિર ન્યાસના પૂર્વ સદસ્ય

મહિલા વડાપ્રધાનની શક્યતા નહીવત…

ગુરુ, શનિ અને કેતુના ધન રાશિમાં તથા મિથુન રાશિમાં રાહુ અને મગંળની યુતિની ખૂબ જ મોટી અસર ચૂંટણી પરિણામ પર જોવા મળશે. તમામા મોટા માથાઓ ચૂંટણી હારશે અને નવા ચહેરાઓને સ્થાન મળશે. સત્તા પક્ષથી લઈને વિપક્ષમાં પણ મોટા ફેરફાર જોવા મળશે. જ્યારે પરિધાવી સંવત્સર હોવાથી પુરુષ જ દેશની કમાન સંભાળશે. કોઈ મહિલા વડાપ્રધાન બને તેવી શક્યતા નહીંવત છે. જ્યારે જ્યાં સુધી ભાજપનો સવાલ છે તો દેશમાં દક્ષિણ ભારતને છોડીને દેશના બાકીના વિસ્તારોમાં સ્થિતિ અનુકૂળ રહેશે. બેઠકો ઘટી શકે પણ સરકાર ભાજપની જ બનશે. – ડૉ. કામેશ્વર ઉપાધ્યાય, મહામંત્રી અખિલ ભારતીય વિદ્વત પરિષદ

કોંગ્રેસનો પ્રભાવ વધશે પરંતુ સત્તાથી ઘણી દૂર રહેશે


પીએમ મોદી અને ભાજપની કુંડળીમાં 2014ની જેમ સૂર્યની મહાદશા ન હોવાથી પૂર્ણ બહુમત તો મળી શકશે નહીં. પરંતુ બીજા પક્ષોના સમર્થનથી ભાજપ સરકાર બનાવશે. જે પહેલા જેવી મજબૂત નહીં હોય. મધ્યસત્ર ચૂંટણી આવે તેવી સ્થિતિ બની શકે છે. જોકે ભાજપ અને મોદીની કુંડળીમાં ગ્રહમાન ભારી હોવાથી ફરી એકવાર દિલ્હીની સત્તા સંભાળશે. જ્યારે કોંગ્રેસની કુંડળી મીન લગ્ન અને કન્યા રાશિની છે. હાલ ગુરુની મહાદશામાં સૂર્યનું અંતર ચાલી રહ્યું છે. તેવામાં કોંગ્રેસનો પ્રભાવ વધી શકે છે પરંતુ સરકાર બને તેટલી મજબૂત પણ નહીં બને.

– જ્યોતિષાચાર્ય પં. ઋષિ દ્વિવેદી

ગુરુ અને શનિ બનાવશે નવા સમીકરણો

ગુરુ અને શનિ ગ્રહના પ્રભાવથી આશ્ચર્યજનક અને ચોંકવાનાર ચૂંટણી પરિણામ આવશે. જે નવા રાજકીય સમીકરણ સામે લાવશે. સર્વે અને મોટાભાગના એક્ઝિટ પોલના પરિણામો જેમના તેમ રહી જશે. પોતાની વ્યક્તિગત કુંડળીમાં પ્રબળ ગ્રહોના કારણે ફરી એકવાર દેશની સર્વોચ્ચ સત્તા પર આવશે. જોકે તેના માટેનો રસ્તો સરળ નહીં રહે. નવા પક્ષો સાથે ગઠબંધનથી જ સરકાર બનશે. જે પણ પક્ષો કે નેતા દલિત વર્ગ અથવા પક્ષના આધારે ચૂંટણી જીતવાના સપના જોતા હશે તેમના માટે આ પરિણામ ખૂબ ભારે રહેશે. માયાવતી અને મમતા બેનર્જીનો પ્રભાવ ચૂંટણી પરિણામોમાં નહીંવત રહેશે.

– પં. દીપક માલવીય, જ્યોતિષ શાસ્ત્રી અને વાસ્તુ સલાહકાર



from Page Array – I Am Gujarat http://bit.ly/2LUrDLZ

No comments:

Post a Comment

Pages