Latest

Tuesday, May 21, 2019

‘ધન છે ગુજરાતની ધરતી’ કિંજલ દવેનું નવું સોન્ગ રિલીઝ, બે દિવસમાં 21 લાખથી વધુએ જોયું

‘અમે લહેરી લાલા’ ગીતથી ગુજરાત સહિત દેશ-વિદેશમાં લોકપ્રિયતા મેળવનાર કિંજલ દવેની ફેન ફોલોઈંગ વધતી જાય છે. આ સુપરહિટ ગીત પછી કિંજલ દવેએ ‘ભૈલુ હાલ્યા જાનમાં’ અને ‘મોજમાં રે મોજમાં’ જેવા સુપરહિટ સોંગ્સ આપ્યાં છે. આ બધા ગીત પછી હવે કિંજલ દવેનું ગરવી ગુજરાત પર વધુ એક ગીત રિલીઝ થયું છે. ‘ધન છે ગુજરાતની ધરતી’ ટાઈટલ હેઠળ રિલીઝ થયેલા આ સોન્ગ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

યુ-ટ્યુબમાં 18મેએ રિલીઝ કરાયેલા આ સોન્ગની લોકપ્રિયતાનો અંદાજ તે વાત પરથી જ લગાવી શકાય છે કે આ ગીતને 48 કલાકમાં જ 21 લાખથી વધારે વ્યૂ મળી ચૂક્યા છે. 5 મિનિટના આ ગીતમાં સમગ્ર ગુજરાતની આખી ઝલક જોવા મળે છે.

કિંજલ દવેના આ સોન્ગને સૌરભ ગજ્જર અને કિંજલ દવેના પિતા લલિત દવેએ ડિરેક્ટ કર્યું છે. જ્યારે ગીતના શબ્દો મનુ રબારી અને આનંદ મેહરાએ લખ્યા છે, ઉપરંત સંગીત મયુર નદિયાએ આપ્યું છે. આ ગીતનું શૂટિંગ અસારવા ગામ અને એક રેસ્ટોરાંમાં કરવમાં આવ્યું છે ઉપરાંત તેમાં લો ગાર્ડન, માણેકચોક, અડાલજની વાવ સહિતની અલગ અલગ જગ્યાના સુંદર દ્રશ્યો જોવા મળે છે.

‘ધન છે ગુજરાતની ધરતી ને ધન છે ગુજરાતના લોકો’ ગીતમાં ગુજરાતની આગવી ઓળખ સમા બધા જ સ્થળોનો ઉલ્લેખ કરાયો છે. ગીતમાં મહેસાણા, પાટણ, પાલનપુર, સુરત, રાજકોટ, અમદાવાદ જેવા શહેરો ઉપરાંત સોરઠ અને કચ્છના સફેદ રણ અને નારાયણ સરોવરનો ઉલ્લેખ કરીને સુંદર દ્રશ્યો કરાયો છે.



from Dhollywood News in Gujarati: Latest Dhollywood News, Read Breaking Dhollywood News – Page Array – I Am Gujarat http://bit.ly/2wbklJb
via IFTTT

No comments:

Post a Comment

Pages