Latest

Thursday, May 30, 2019

કોંગ્રેસના પ્રવક્તાઓને ફરમાન, એક મહિના સુધી ટીવી ચેનલોની ડિબેટથી રહો દૂર

કોંગ્રેસ એક મહિના સુધી પાળશે “મૌન”

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ભૂંડી હાર મળ્યા પછી તેની નૈતિક જવાબદારી કોંગ્રેસે સ્વીકારી લીધી છે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાના સસ્પેન્સ વચ્ચે પાર્ટીએ તમામ પ્રવક્તાઓને ટીવી ડિબેટથી દૂર રહેવા માટેનું ફરમાન કર્યું છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને મીડિયા ઈન્ચાર્જ રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, તમામ પ્રવક્તાઓ આગામી એક મહિના સુધી ટીવી ડિબેટમાં નહીં જાય.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

કોંગ્રેસ મુખ્ય પ્રવક્તાએ ટ્વીટ કર્યું

સુરજેવાલાએ ટ્વીટ કરીને લખ્યું છે, “કોંગ્રેસે એક મહિના સુધી ટીવી પર થનારી ડિબેટમાં પ્રવક્તાઓને નહીં મોકલવાનો નિર્ણય લીધો છે. તમામ મીડિયા ચેનલો/એડિટરોને વિનંતી કરી છે કે, તેઓ પોતાના શોમાં કોંગ્રેસના પ્રતિનિધિઓને ના રાખે.”

દેશની પ્રજા હાલ મોદી મૂડમાં!

માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસને લાગે છે કે, હમણાં-હમણાં ચૂંટણી પતી છે અને આખા દેશનો મૂડ મોદીની સાથે છે, માટે અત્યારથી સરકારનો વિરોધ કરવો યોગ્ય નથી. તેનાથી પ્રજામાં સારો સંદેશ નહીં જાય. આ સિવાય, રાહુલ ગાંધીએ જે રીતે હારની નૈતિક જવાબદારી લઈને રાજીનામું આપવાની વાત કરી છે તેમને હજુ મનાવવાની કોશિશો થઈ રહી છે, માટે તેમની સાથે જોડાયેલા સવાલોના જવાબ આપવા પ્રવક્તાઓ માટે મુશ્કેલી બની રહ્યા હતા. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ રાહુલ ગાંધીની રજૂઆતને નામંજૂર કરીને દીધી હતી, પરંતુ હજુ તેઓ ગાંધી પરિવારની બહારના કોઈ વ્યક્તિને અધ્યક્ષ બનાવવાની વાત પણ અડેલા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમને મનાવવામાં લાગેલા છે.

કોંગ્રેસને પૂછાઈ રહ્યા છે અઘરા સવાલો

આનાથી વધુ, ઘણાં રાજ્યોમાં કોંગ્રેસના અધ્યક્ષોએ હારની જવાબદારી લઈને રજીનામું આપવાની વાત કરી છે. કુલ મળીને કોંગ્રેસની અંદર મોટી ઉથલ-પાથલ ચાલી રહી છે. જેના કારણે કોંગ્રેસના પ્રવક્તાઓને આ વિષય સાથે જોડાયેલા સવાલો જવાબ આપવા અઘરા પડી રહ્યા છે. આજ કારણે પાર્ટીએ પ્રવક્તાઓને ટીવી ડિબેટથી દૂર રહેવા માટે ફરમાન કર્યું છે.

SPને ફોલો કરી રહી છે કોંગ્રેસ?

આ પહેલા સમાજવાદી પાર્ટીએ પણ પરિણામ બાદ ટીવી પર પાર્ટીનો મત રજૂ કરનારા પ્રતિનિધિઓને પદ પરથી હટાવી દીધા હતા અને ટીવી ચેનલોને પાર્ટી તરફથી કોઈ પણ બોલાવવા નહીં તેવી વિનંતી કરી હતી. આજ રીતે હવે કોંગ્રેસે પણ પોતાના પ્રવક્તાઓને ટીવી મીડિયાની ડિબેડથી દૂર રહીને મૌન પાળવા માટે જણાવ્યું છે. ભલે કોંગ્રેસે આ નિર્ણય લીધો હોય પણ ભાજપને આ નિર્ણયથી કોંગ્રેસની ટાંગ ખેંચવાનો વધુ એક મુદ્દો મળી શકે છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2VZvqYj

No comments:

Post a Comment

Pages