Latest

Thursday, May 30, 2019

પીવાના શોખીન ગુજરાતીઓની નવી સમસ્યા: આર્મીનો દારુ મળવો મુશ્કેલ થયો

અમદાવાદ: પીવાના શોખીનો આર્મીનો દારુ આંખો બંધ કરીને ખરીદી લેતા હોય છે. જોકે, અમદાવાદના શાહીબાગ સ્થિત કેન્ટોન્મેટન્ટમાં દારુની બોટલો ઈશ્યૂ કરવાના નિયમો બદલાતા હવે આર્મીના દારુના શોખીનોને તે મળવો મુશ્કેલ થઈ રહ્યો છે. અત્યાર સુધી આર્મીનો ક્વોલિટીવાળો દારુ શોખીનોને સસ્તામાં મળી જતો હતો. પરંતુ હવે તે માર્કેટમાંથી ગાયબ થઈ ગયો છે.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો

આર્મીએ પરમિટ હોલ્ડરોને દારુની બોટલ ઈશ્યૂ કરવાના નિયમો બદલ્યા છે. જે અનુસાર, હવે ગમે તેટલા યુનિટની પરમિટ હોય તો પણ એક સાથે બે બોટલોથી વધારે દારુ અપાતો જ નથી. એટલું જ નહીં, દારુની બોટલ ઈશ્યૂ કરાય ત્યારે તેનું સીલ પણ ખોલી નાખવામાં આવે છે, અને ફરજ પર હાજર અધિકારી બોટલ પર સહી પણ કરે છે.

અધિકારી દ્વારા સહી કરવામાં આવેલી ખાલી બોટલ જમા કરાવાય ત્યાર પછી જ પરમિટ હોલ્ડરને નવી બોટલ ઈશ્યૂ થાય છે. આમ, આ નિયમને કારણે જે જવાનો પૈસા માટે પોતાના ક્વોટાની 2-4 બોટલો વેચીને રોકડી કરી લેતા હતા, તેમણે દારુ વેચવાનું જ બંધ કરી દીધું છે. જેના કારણે આર્મીનો માલ મળવો જ મુશ્કેલ થઈ ગયો છે.

નવા નિયમમાં દારુની બોટલનું સીલ પણ ખોલી નાખવામાં આવે છે. આર્મીના માલના શોખીનો બોટલનું સીલ જોઈને જ તેના પર વિશ્વાસ કરતા હોય છે. પરંતુ સીલ વિનાનો માલ જેન્યુઈન છે કે નહીં તેની ખાતરી ન થતાં લોકો પણ આવી બોટલ ખરીદવાનું ટાળી રહ્યા છે.

હાલ આર્મીના જવાનોને મહિનાના પાંચ યુનિટ દારુ મળે છે. જ્યારે નિવૃત્ત જવાનને ચાર યુનિટ, નાયબ સુબેદારને છ યુનિટ અને અધિકારીઓને 10 યુનિટ દારુ મળે છે. આ ક્વોટામાં પણ નિયત કરેલી વ્હીસ્કી, સ્કોચ, રમની બોટલ ફરજિયાત લેવાની હોય છે. અત્યાર સુધી આ બોટલોનું બુટલેગિંગ થતું હતું, પરંતુ નવા નિયમો બાદ તેના પર નિયંત્રણ આવ્યું છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2VZvGXh

No comments:

Post a Comment

Pages